HomeNationalયુપી ભાજપના ધારાસભ્ય સામે FIR,વાયરલ થયો હતો એનો આ વીડિયો

યુપી ભાજપના ધારાસભ્ય સામે FIR,વાયરલ થયો હતો એનો આ વીડિયો

ઉત્તર પ્રદેશમાં ભાજપના ધારાસભ્ય મહેશ ત્રિવેદીનો એક વીડિયો વાયરલ થયા બાદ હવે એની સામે કડક પગલાં લેવાઈ રહ્યા છે. નૌબસ્તા પોલીસ ચોકીમાં એમની સામે FIRક નોંધાઈ ચૂકી છે. આ વાયરલ થયેલા વીડિયોમાં તે પોતાના સમર્થકો પાસે વિરોધીઓને લાકડીથી મારવા, ચંપલથી મારવા પણ ગોળી ન મારવા માટેની વાત કહી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.

આ પછી સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે માગ કરી હતી કે, આવા ધારાસભ્ય સામે કાયદેસરના પગલાં લેવામાં આવે. સપા અને કોંગ્રેસ તરફથી પણ કડક પગલાં લેવાની માંગ હેતું આ વીડિયો શેર કરાયો હતો. પણ રીટર્નિંગ ઓફિસરે સમગ્ર કેસની તપાસ કરીને કેસ નોંધ્યો હતો. જેમાં ધારાસભ્ય ગુનેગાર સાબિત થયા હતા. આ કેસમાં IPC કલમ 75/22,117, 171C, 506, 188, 269, 270 અંતર્ગત FIR થઈ છે. જેમાં કોવિડ પ્રોટોકોલનો ભંગ અને ધમકીની કલમ પણ સામિલ છે. ઉત્તર પ્રદેશમાં જેમ જેમ ચૂંટણી નજીક આવે છે એમ નેતાઓનો વાણીવિલાસ ઉઘડી રહ્યો છે. તાજેતરમાં જ સમાજવાદી પાર્ટીમાં જોડાયેલા અમરોહાના હસનપુર બેઠકના ઉમેદવારે ગુર્જરને લઈને વિવાદીત વાત કહી હતી. જેમાં તેઓ પોલીસને પોતાના પર કેસ ફાઈલ કરવા માટે ખોટી રીતે પડકારી રહ્યા છે. આ વીડિયોમાં તેઓ એવું પણ કહેતા જોવા મળ્યો કે, તે 16 વખત જેલ જઈ આવ્યા છે. મુખિયા ગર્જરે એ પણ ઉમેર્યું કે, રાજકારણમાં વર્કશોપ ખુલી ગઈ છે. પણ કોઈ હું રીતે જેલ જવાથી ડરતો નથી. કાનપુરની કિંદવઈ નગર બેઠક પરથી ભાજપ ઉમેદવાર તથા ધારાસભ્ય મહેશ ત્રિવેદીનો આ પહેલા પણ એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેઓ ભાષણ કરી રહ્યા હતા કે, તમે દસ વાર બોલાવીશો તો હું દસ વખત આવીશ. પણ લોકોના ડોર ટુ ડોર સુધી મહેશ ફરે એ શક્ય નથી.

પછી તમે વોટ કરો કે ન કરો. એનો આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ ચૂંટણી પંચ પણ એકાએક સક્રિય થઈ ગયું હતું. નૌબસ્તા ચોકી ઈન્ચાર્જ અમિત ભડનાએ કહ્યું કે, ભાજપના ધારાસભ્ય તથા ઉમેદવાર મહેશ ત્રિવેદીનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે મારપીટ કરવા ઉશ્કેરે છે પણ ગોળી ન મારવાનું ભાર પૂર્વક કહે છે.આ સાથે તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, એક હથ્થુ શાસન કરતી ભાજપ સરકાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. કિંદવઈ નગર વિધાનસભાના ભાજપના ઉમેદવાર મહેશ ત્રિવેદીએ માત્ર આચારસંહિતાનો ભંગ કર્યો નથી. ટિકિટ કન્ફર્મ થતાં જ 24 જાન્યુઆરીએ તેમના નિવાસસ્થાનની બહાર સમર્થકોએ આનંદમાં આવી હવામાં ફાયરિંગ પણ કર્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW