ધંધુકામાં કિશન ભરવાડ નામના યુવાનની ધાર્મિક પોસ્ટ બાદ મૌલવીના કહેવાથી બે વિધર્મીઓ દ્વારા હત્યા નીપજાવવામાં આવી હતી. આ ઘટનામાં દ્વારકાના દંડીસ્વામીએ મોટુ નિવેદન આપ્યું છે. તેમજ 20 વર્ષથી રાજ્યની શાંતિને ભંગ કરવાનો હીન પ્રયાસ હોવાનું જણાવ્યું છે.

ધંધુકામાં ધાર્મિક પોસ્ટ મુદ્દે થયેલી કિશન ભરવાડની હત્યા મુદ્દે દ્વારકા શારદાપીઠના દંડીસ્વામીએ આક્રોશ વ્યક્ત કર્યો છે. શંકરાચાર્યના અનુગામી દંડીસ્વામીએ નિવેદન આપતા જણાવ્યું છે કે, આ 100 ટકા ખોટુ છે અને કોમી હિંસા ફેલાવવાનું કાવતરૂ છે. ગુજરાતમાં છેલ્લા 20 વર્ષથી શાંતિનો માહોલ છે તેને ભંગ કરવાનો હીન પ્રયાસ કરાયો છે.

આ અંગે તેમણે જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મના લોકો, સંતો અને મહાત્મા ગાંધીજી કહેતા હતા કે, ઈશ્વર-અલ્લાહ તેરો નામ, સબકો સંમતિ દે ભગવાન. પરંતુ બીજા ધર્મના જુલુસ કે મૌલાનાઓના મોઢે કદી આવું તમને સાંભળવા મળ્યું છે. સોશયલ મીડિયામાં કોઈની પોસ્ટ સામે વાંધો હોય તો સાઈબર સેલમાં જાવ, કોઈની હત્યા થોડી કરાય.

આ ઉપરાંત દંડી સ્વામીએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, શિક્ષણના અભાવે લોકો મૌલવીની વાતોમાં આવી જાય છે અને મૌલવીઓ કટ્ટરવાદી હોય છે. બીજા ધર્મ વિશે વાત થાય તો ચર્ચા કરવી જોઈએ, કોઈની હત્યા કરવી એ કેટલું યોગ્ય ગણાય. મોહમ્મદ સાહેબ હોય, ઈશા મસી હોય તે બધા ઈશ્વરના દુત બનીને જ આવ્યાં છે. તે દરેકનો એક નિશ્વિત સમય હતો. પરતુ તે પહેલા એક જ ધર્મ સનાતન ધર્મ હતો. એમાંથી જ બધા ધર્મનો ઉદય થયો છે.

