વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા અંડર-19 વર્લ્ડ કપમાં ધમાલ મચાવનાર સાઉથ આફ્રિકનો ખેલાડી ડેવોલ્ડ બ્રેવિસને બીજો એબી ડિવિલિયર્સ કહેવામાં કંઈ ખોટું છે. ગ્રાઉન્ડ પર એનું પર્ફોમન્સ, બેટિંગ કરવાની સ્ટાઈલ બિલકુલ ડિવિલિયર્સને મળતી આવે છે. એવામાં ઘણા લોકો એને જુનિયર ABD પણ કહે છે. હવે બ્રેવિસે પોતાનો ફ્યુચર પ્લાન શેર કર્યો છે. જેમાં ઈન્ડિય પ્રીમિયર લીગ પણ એક છે.
બ્રેવિસનું એવું કહેવું છે કે, હું IPL ઘણો મોટો ફેન રહ્યો છું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂને ખૂબ જ પસંદ કરૂ છું. વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ જેવા ખેલાડી મારા ફેવરીટ છે. આ કારણે હું RCBને ફોલો કરૂ છું. અંડર 19 વર્લ્ડકપમાં અત્યાર સુધી ડેવોલ્ડ બ્રેવિસે એક સદી અને ત્રણ હાફ સેન્ચુરી ફટકારી છે. આ કારણે વર્લ્ડકપના માહોલ વચ્ચે તે દુનિયાની નજરમાં છવાય ગયો હતો. હાલમાં તો IPLમાં તેને એક અસેટ માનવામાં આવે છે. ICC સાથેની એક મુલાકાતમાં બ્રેવિસે કહ્યું કે, મારૂ સૌથી મોટું સપનું સાઉથ આફ્રિકા માટે રમવાનું છે. પણ હું IPLને વધારે પસંદ કરૂ છું. હું મારી ઓળખ એક ઓલરાઉન્ડર તરીકે બનાવવા માગું છું. જોકે, બ્રેવિસ લેગ સ્પીન પણ રમે છે. ઉલ્લેખનીય છે કે, ડેવોલ્ડ બ્રેવિસના વીડિયો છેલ્લા દિવસોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. જ્યાં તેની સરખામણી એબી ડી વિલિયર્સ સાથે કરવામાં આવી રહી છે. એબી ડી વિલિયર્સે પોતે બ્રેવિસની પ્રશંસા કરી છે અને તેમને શ્રેષ્ઠ બેટ્સમેન કહ્યા છે. જોકે, આગામી IPL ટુર્નામેન્ટની ઘણા ખેલાડીઓ રાહ જોઈને બેઠા છે.
માત્ર આપણા દેશના લોકો જ નહીં પણ વિદેશના ખેલાડીઓ પણ આ ટુર્નામેન્ટમાં રમવા માટે રાહ જોઈને બેઠા છે. જોવાનું એ રહે છે કે, આવતા મહિને યોજાનારા ઑક્શનમાં ક્યા ખેલાડી પર સૌથી વધારે બોલી બોલવામાં આવે છે. જોકે, તમામ ફ્રેન્ચાઈઝીએ પોતાના કેટલાક ખેલાડીઓને યથાવત રાખ્ય છે. આ વખતેની ટુર્નામેન્ટમાં બે નવી ટીમ મેદાને રમતી જોવા મળશે. જેમાં અમદાવાદ અને લખનૌની ટીમનો પણ સમાવેશ થાય છે.

