HomeGujaratCentral Gujaratકિશન ભરવાડ હત્યા કેસઃ અ'વાદનું બાવળા બંધ, અનેક ગામમાં આવેદનપત્ર

કિશન ભરવાડ હત્યા કેસઃ અ’વાદનું બાવળા બંધ, અનેક ગામમાં આવેદનપત્ર

તા.25 મી જાન્યુઆરીના રોજ ધોળા દિવસે બાઈકપર આવેલી બે વ્યક્તિએ જાહેરમાં કિશન ભરવાડ નામના યુવકને ગોળઈ મારીને હત્યા કરી હતી. આ ઘટનાના પડઘા હવે સમગ્ર રાજ્યમાં પડ્યા છે. ધંધુકા, બોટાદ, રાણપુર બાદ હવે અમદાવાદ પાસે આવેલા બાવળામાં સંપૂર્ણ રીતે બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ યુવા વાહીની અને હિન્દુ સામાજિક આગેવાનો તરફથી આ એલાન આપવામાં આવ્યું છે. નાના-મોટાં વેપારીઓને સહકાર આ બંધના એલાનને આપવા કહેવામાં આવ્યું છે. આ હત્યા કેસમાં બે મૌલવીની ભૂમિકાઓ હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ શહેરના જમાલપુરમાં રહેતા ઐયુબ મૌલવીનું નામ માસ્ટર માઈન્ડ તરીકે સામે આવ્યું છે. બંધના એલાનને પગલે બાવળામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શનિવારે બાવળા સંપૂર્ણ રીતે બંધ રહેશે. આ સિવાય વિરમગામના કોઠારી બાગથી તાલુકા સેવાસદન સુધી રેલી યોજી તાલુકા સેવા સદન ખાતે મામલતદાર અને પ્રાંત કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને માલધારી સમાજ તરફથી એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ધંધૂકા શહેરમાં કિશન ભરવાડના બનાવ બાબતે વિરોધ વ્યક્ત કરી કેસમાં આંતકવાદ વિરોધી કલમ લાગુ કરી આરોપી વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવાની કરાઈ છે. મૃતક યુવકની પ્રાર્થના સભામાં શુક્રવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા.

મૃતકનાં પરિવારજનો સાથે તેમણે વાતચીત કરી હતી. મૃતક કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. માત્ર 20 દિવસની કિશન ભરવાડની દીકરીને હાથમાં લઈ હર્ષ સંઘવી ભાવુક થયા હતા. પરિવારની મહિલાઓની પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે મહિલાઓને ખાતરી આપી હતી કે તેઓ તેમને ઝડપથી ન્યાય અપાવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW