વાંકાનેર પંથક માં ગત 23 જાન્યુઆરીના રોજ એક રીટાબેન રાજુભાઈ અબાસણીયા નામની યુવતી તેમજ લોહીલુહાણ હાલતમાં તેમજ દેવરાજ જયંતિ ખીમસુરીયા નામના યુવકને દવા પીધેલ હાલતમાં રાજકોટની હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં બનાવમાં યુવતીનું જે વખતે જ મોત થયું હતું. જયારે દેવરાજની સારવાર ચાલી રહી હતી જોકે ગુરુવારે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવમાં વાંકાનેર પોલીસે એડી નોધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે મૃતકને ત્રણ બહેન અને બે ભાઈમાં ત્રીજા ક્રમનો ભાઈ હતો બન્ને યુવક યુવતી વચ્ચે પ્રેમ હોય અને સમાજ એક નહી થવા દે તેવા ડરથી પગલું ભર્યું હોવાનું પોલીસને નિવેદનમાં જણાવ્યું હતું

