રાજકોટમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને આપના યુવાનેતા યુવરાજસિંહ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેના પગલે સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાયું છે. આમ અચાનક નરેશ પટેલ સાથે બેઠક કરીને યુવાનોને ન્યાય મળે તે માટે નરેશ પટેલની રજૂઆત સરકાર સાંભળે તેવી આશા રાખી રહ્યાં છે.

રાજકોટમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને આપના યુવા નેતા યુવરાજસિંહ વચ્ચે આજે બપોરે એક બેઠક યોજાઈ હતી. આ અંગે યુવરાતસિંહે ગઈકાલે પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર ટ્વિટ કરીને જાણકી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે, પાટીદાર આગેવાન અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સાતે મુલાકાત કરી હતી.
#યુવા_અધિકાર_ન્યાય_ચળવળ
— Yuvrajsinh Jadeja (@YAJadeja) January 26, 2022
પાટીદાર આગેવાન ખોડલધામ ટ્રસ્ટ ચેરમેન શ્રી #નરેશભાઈ_પટેલ સાથે મુલાકાત, સીસ્ટમ માં રહેલા દુષણો દૂર કરવા અને શિક્ષિત યુવાનો સાથે થતાં અન્યાય બાબતે વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન મેળવ્યું અને #આગળની_રણનીતિ તૈયાર કરી@KhodaldhamTrust@Bhupendrapbjp@sanghaviharsh pic.twitter.com/OWT0yg3OOx
નરેશ પટેલ સાથે સિસ્ટમમાં રહેલા દુષણો દુર કરવા અને શિક્ષિત યુવાનો સાથે થતા અન્યાય બાબતે વિસ્તૃત ચર્ચા કરીને માર્ગદર્શન મેળવ્યું હતું અને આગળની રણનીતિ તૈયાર કરી છે. આપના યુવા નેતા યુવરાજસિંહે નરેશ પટેલને સરકારમાં રજૂઆત કરવા માટે લેખિતમાં પત્ર આપ્યો હતો. જેમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી ચાલી આવતી ભરતી પ્રક્રિયામાં પેપર ફુટવા અને ગેરરીતિ સહિતના બનાવો બની રહ્યાં છે.

જેમાં પટેલ સમાજના અને પટેલ વિસ્તારના નબળા અને મધ્યમવર્ગના શિક્ષિત બેરોજગાર યુવાનોને અન્યાય થઈ રહ્યો છે. તમે અથવા તમારી સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ સમાજના નબળા અને મધ્યમ વર્ગના પરિવારોના ઉત્સાહી યુવાનોને ટોકન અથવા નિઃશુલ્ક શિક્ષણ આપીને પગભર કરવાનો પ્રયત્ન કરી રહ્યો હોવાનું તેમણે જણાવ્યું છે.

