HomeGujaratLand Cruiser લેવાનો વિચાર હોય જાણી લો આ વાત,કંપનીએ કરી ખાતરી

Land Cruiser લેવાનો વિચાર હોય જાણી લો આ વાત,કંપનીએ કરી ખાતરી

Toyota Land Cruiserએ Toyota કંપનીની લોકપ્રિય SUV છે. જેના માટે લગભગ 4 વર્ષ રાહ જોવી પડી શકે છે. કંપનીએ આ વાતની પુષ્ટિ કરી છે કે 300 Series Land Cruiser SUVની વર્તમાન માંગને પહોંચી વળવામાં 4 વર્ષનો સમય લાગી શકે છે. કંપનીએ કહ્યું કે તે આ સમય ઘટાડવા પર કંપની હાલમાં કામ કરી રહી છે. આ SUVને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

ટોયોટા લેન્ડ ક્રુઝરને માત્ર જાપાનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સારો પ્રતિસાદ મળ્યો છે, આ કાર જૂનમાં રજૂ કરવામાં આવી હતી. ટોયોટા લેન્ડ ક્રુઝરને ઘણા મોટા અપડેટ્સ અને ઘણા ફીચર્સ સાથે લાવવામાં આવી છે. ટોયોટા લેન્ડ ક્રુઝરનું વેચાણ આગામી મહિનાઓમાં ઓસ્ટ્રેલિયા, યુએસએ અને વધુ જેવા મોટા ઓટો માર્કેટમાં શરૂ થવા જઈ રહ્યું છે. SUVમાં ટ્વીન-ટર્બો 3.5-લિટર V6 એન્જિન આપવામાં આવ્યું છે. જે 409 Bhp પાવર અને 650 Nm ટોર્ક જનરેટ કરે છે. આ ઉપરાંત, નવી કારમાં 3.3-લિટર ટ્વિન-ટર્બો V6 ડીઝલ એન્જિનનો ઓપ્શન પણ છે. આ ડીઝલ એન્જિન 304.5 bhpનો મેક્સ પાવર અને 700 Nmનો મેક્સ ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિન 10-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન યુનિટ સાથે આવે છે. નવી Toyota Land Cruiser 2022 માં ઉપલબ્ધ સુવિધાઓ વિશે વાત કરીએ તો, આ કારમાં 12.3-ઇંચની ટચસ્ક્રીન ફ્લોટિંગ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, કનેક્ટેડ કાર ટેક્નોલોજી, હીટેડ અને વેન્ટિલેટેડ સીટ્સ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વાયરલેસ ચાર્જિંગ, અડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ જેવી સુવિધાઓ છે. આ જ કારણે , Toyota Land Cruiser 2022 ને ઑસ્ટ્રેલિયન ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ (ANCAP) ક્રેશ ટેસ્ટમાં પૂરા 5-સ્ટાર રેટિંગ મળ્યા છે.

SUV એ સાઇકલ સવારો અને રાહદારીઓની સલામતી માટે પણ નોંધપાત્ર રીતે સારું પ્રદર્શન કર્યું છે. જેમાં કારે 81 ટકા પોઈન્ટ્સ મેળવ્યા હતા. એકંદરે, Toyota Land Cruiser 2022 77 ટકા માર્ક્સ મેળવવામાં સફળ રહી. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના ઓટો માર્કેટમાં ઉપલબ્ધ ટોયોટા લેન્ડ ક્રુઝર મોડલ અદ્યતન સુરક્ષા સુવિધાઓ સાથે આવે છે. જેમ કે મલ્ટિપલ એરબેગ્સ, ઓટોનોમસ ઈમરજન્સી બ્રેકિંગ, લેન કીપ આસિસ્ટ, લેન ડિપાર્ચર વોર્નિંગ અને એડપ્ટીવ ક્રુઝ કંટ્રોલ.

કાર કંપનીઓ પાસે સેમિકન્ડક્ટરનો પૂરતો સ્ટોક ન હોવાથી ઉત્પાદન અટકી ગયું છે. ડિલિવરીમાં ઘટાડો થઈ રહ્યો છે. વિશ્વની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની ટોયોટા પણ આ સેમિકન્ડક્ટરની અછત સામે લડી રહી છે. કંપનીએ પહેલાથી જ જાહેરાત કરી હતી કે તેણે ચિપની અછતને કારણે તેના વૈશ્વિક ઉત્પાદન લક્ષ્યાંકો ઘટાડી દીધા છે. હવે તાજેતરના અહેવાલમાં, કંપનીએ ખુલાસો કર્યો છે કે તે જાન્યુઆરી 2022 માં તેના પાંચ પ્લાન્ટમાં કારનું ઉત્પાદન બંધ કરશે. ટોયોટાએ આવતા વર્ષે 90 લાખ વાહનોનું ઉત્પાદન કરવાનો લક્ષ્‍યાંક રાખ્યો છે, જે અગાઉના નિર્ધારિત 90 લાખ 30 હજાર એકમો કરતાં 30,000 યુનિટ ઓછું છે. જો કે, કંપનીએ કહ્યું કે, પાંચ યુનિટમાં ઉત્પાદનમાં લાગેગી બ્રેક ઓવરઓલ ટાર્ગેટને એટલો અસર નહીં કરે. ઓછા સમયમાં 30,000 વાહનોનું ઉત્પાદન પૂર્ણ કરવાની તૈયારી છે.

ટોયોટાએ જાન્યુઆરી 2022માં 8 લાખ વાહનોના ઉત્પાદનનો લક્ષ્યાંક રાખીને કંપની ચાલી છે, જે જાન્યુઆરી 2021ના ઉત્પાદન કરતાં 60,000 યુનિટ વધુ છે. ટોયોટા એ વિશ્વની સૌથી મોટી ઓટોમેકર છે. પરંતુ અન્ય મોટી બ્રાન્ડ્સની જેમ, કંપની ચિપની અછતને કારણે ઉત્પાદનમાં કાપ મૂકી રહી છે. કંપનીએ કહ્યું છે કે જાન્યુઆરીમાં ઉત્તર અમેરિકામાં તેનું ઉત્પાદન ઘટીને 50,000 યુનિટ થઈ જશે. Toyota Land Cruiserમાં ઘણા બધા બદલાવ લાવવામાં આવ્યા છે. જેના કારણે તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે કંપની આ SUVની ડિમાન્ડ પૂરી કરવામાં કેટલો સમય લે છે અને તે વેઇટિંગ પિરિયડ ઘટાડવામાં સક્ષમ છે કે નહીં.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW