વડાપ્રધાન મોદીએ આજે રાજ્યના પેજ સમિતિના પ્રમુખો અને સભ્યો સાથે નમો એપના માધ્યમથી સંવાદ કર્યો હતો. જેમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન સાથે 7.46 મીનીટ સુધી વાત કરી હતી. જેમાં વડાપ્રધાને રાજકોટથી પોતાની સફરને યાદ કરી હતી. તથા જનસંઘ અને ભાજપને તાકાત આપવામાં રાજકોટવાસીઓનો હાથ હોવાનું કહ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રદેશના પેજ સમિતિના પ્રમુખો અને સભ્યો સાથે સંવાદ કર્યો હતો. જેમાં ગોંડલ યાર્ડના ચેરમેન અને લીલાખા ગામના પેજ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા સાથે તેમણે 7.46 મીનીટ સુધી વાત કરી હતી. જેમાં મોદીએ જણાવ્યું હતું કે, મારૂ સૌભાગ્ય છે કે, હું પહેલી ચૂંટણી રાજકોટથી લડ્યો અને મારી ગાડી ચાલી.
Today is National Voters' Day…a day to applaud the phenomenal work of the EC and support every effort to strengthen our democracy as well as increase voter participation. pic.twitter.com/5neBCENEL8
— Narendra Modi (@narendramodi) January 25, 2022
જનસંઘ અને ભાજપને તાકાત આપવામાં રાજકોટવાસીઓનો મોટો હાથ છે. રાજકોટે મને ખુબ જ પ્રેમ આપ્યો એટલે તો હું રાજકોટથી જીત્યો છું. આ ઉપરાંત તેમણે ગોંડલ યાર્ડના ચેરમેને ભાદર ડેમમાં પાણીની સ્થિતિ વિશે પુછ્યું હતું. જેમાં અલ્પેશ ઢોલરીયાએ પ્રત્યુતર આપતા હાલમાં ડેમ સંપૂર્ણતઃ ભરેલો હોવાનું અને પાછળથી વરસેલા સારા વરસાદના કારણે વિપુલ પ્રમાણમાં ફાયદો થયો છે.
PM @narendramodi's interaction with Page Samiti members from Gujarat.https://t.co/0lmCm8OA6Z
— BJP (@BJP4India) January 25, 2022
તેમજ તેમણે પ્રધાનમંત્રીનો આભાર માનતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીજી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં સ્વાસ્થ્ય સેવાઓમાં ઘણો સુધારો આવ્યો છે. છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયું છે. તેના લીધા અમને કોરોના સામે લડવામાં સરળતા મળી રહી છે. તેમજ તમે એઈમ્સ હોસ્પિટલને રાજકોટને આપી છે તેના કારણે લોકોને ગંભીર બિમારીઓની સારવાર માટે બહાર બીજા રાજ્યોમાં જવું પડતુ નથી.

