HomeGujaratમોરબી જિલ્લામાં કોરોના બેકાબુ છતાં 35,000 લોકોએ બીજો ડોઝ લેવા પહોચ્યા જ...

મોરબી જિલ્લામાં કોરોના બેકાબુ છતાં 35,000 લોકોએ બીજો ડોઝ લેવા પહોચ્યા જ નહી

મોરબી જિલ્લામાં હાલ ત્રીજી લહેર તેજ ગતિએ આગળ વધી રહી છે. દરરોજ 250થી 300 લોકો પોઝિટિવ આવી રહ્યા છે. નવા વેરીયન્ટમાં વેકસીનના બન્ને ડોઝ લેનાર ખૂબ ઓછી સંખ્યામાં પોઝીટીવ આવી રહ્યા છે. અને જે પણ લોકો પોઝિટિવ આવ્યા છે તેમનામાં શરદી ઉધરસ જેવા સામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે. વેકસીનના બન્ને ડોઝ લેનારમાંથી ઘણા દર્દીઓ એવા છે જેમનામાં કોરોનાના કોઈ લક્ષણો પણ જોવા મળ્યા નથી પરંતુ પોઝિટિવ વ્યકિતના સંપર્કમાં આવવાથી પોઝિટિવ આવ્યા છે. કોરોનાની ઘાતક અસર સામે વેકસીન અસરકારક સાબિત થઈ હોવા છતાં હજુ પણ મોટી સંખ્યામાં લોકો વેકસીન લેવામાં આળસ કરી રહ્યા છે.

મોરબીમાં રવિવાર ની સ્થિતિએ 35 હજાર જેટલા લોકો એવા છે જેમને બીજો ડોઝ લીધો નથી.આ લોકોની વેકસીન ડયું ડેટ આવી ચૂકી છે.તેમ છતાં વેકસીન સેન્ટર પર જતા નથી.જોકે આવા કિસ્સામાં માત્ર લોકો જવાબદાર છે તેવું પણ નથી.ઘણા બધા લોકો એવા છે જેમને બીજા ડોઝ લેવા અંગેનો મેસેજ પણ મળ્યો નથી મેસેજ ન મળવાના કારણે તેઓની વેકસીનના બીજા ડોઝની ડયું ડેટ આવી છે કે નહીં તેનો ખ્યાલ આવી રહ્યો નથી.જોકે બીજી તરફ ત્રીજો ડોઝ લેનાર લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. કારણ કે ગત રવિવારની સ્થિતિએ 12,900 લોકો વેકસીન માટે એલિજીબલ હતા જેમાથી આજદિન સુધીમાં 8007 લોકોએ ત્રીજો ડોઝ મેળવી લીધો છે.આજ રીતે 15થી 18 વર્ષના 41,749 બાળકોના લક્ષ્યાંક સામે 42,002 બાળકોને રસી આપવામાં આવી છે. આ રસી લેનારમા શાળામાં અભ્યાસ કરનાર છાત્રો તેમજ શાળાએ ન જનારા બાળકોનો પણ સમાવેશ થયો છે.


મોરબી જિલ્લામાં ચાલી રહેલા વેકસીનેશન અભિયાન અંતર્ગત 15 વર્ષના બાળકથી લઈ 60 વર્ષથી મોટી વય સુધીના કુલ 7,89,412 લોકોને પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. ઉંમર મુજબ જોઈએ તો 15થી 18 વર્ષના 42,002 બાળકો ,18થી 45 વયના 4,92,934 લોકો 45થી વધુ વયના 2,54,476 લોકોનો સમાવેશ થાય છે.બીજા ડોઝની વાત કરીએ 18થી 45 વયના 4,43,751 લોકો અને 45થી વધુ વયના 2,28,896 લોકોને બીજો ડોઝ મળી ચુક્યો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW