હાલના કોરોનાના સમયમાં મર્યાદિત લોકોની હાજરીમાં સાદાઈ પૂર્વક લગ્ન થાય અને લગ્ન પ્રસંગે ખોટા ખર્ચ બંધ થાય તેમાં ઘડિયા લગ્ન ખુબ ઉપયોગી બને છે. મોરબીના પાટીદાર સમાજની પહેલ રંગ લાવી રહી છે જે અંતર્ગત ગત રવિવારે ઉમા ટાઉનશીપ ખાતે ઘડિયા લગ્નનું આયોજન પણ થયું હતું. મોરબીમાં આ પ્રવૃત્તિને વેગ આપવા પૂર્વ ધારાસભ્યએ પ્રેરણાદાયક અને આ વિચારધારામાં માનનારા લોકો માટે ઉત્સાહપ્રેરક જાહેરાત કરી છે. કાંતિભાઈ અમૃતિયાના ઉમા ટાઉનશીપ મુકામે આવેલા તેમના નિવાસસ્થાને 50 લોકોની મર્યાદામાં કોઈ પણ સમાજ ઘડિયા લગ્નનું આયોજન કરશે તેઓને આ જગ્યા ઉપરાંત તેમના તરફથી ભોજન સમારંભનો સંપૂર્ણ ખર્ચ આપવામાં આવશે.

કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબી જિલ્લાના તમામ સમાજને ઘડિયા લગ્ન હોય તો તેઓને મોરબી સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપ ખાતે રાખવા માટે આહવાન કરેલ છે આ માટે વર્તમાન સમયની કોરોના અન્વયેની સરકારની ગાઈડલાઈન છે ત્યાં સુધી અને તે મુજબ બંને પક્ષના 50 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરી તેઓના ભોજન સમારંભનો તમામ ખર્ચ કાંતિભાઈ અમૃતિયા દ્વારા આપવામાં આવશે.
કોરોનાકાળમાં પણ કાંતિભાઈએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, આયુર્વેદિક દવાખાના, અર્બન હેલ્થ સેન્ટર વી. ખાતે દવાઓ પહોંચાડવા ઉપરાંત અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા રોકડ રકમ આપી હતી

