HomeGujaratમોરબીમાં સરકારી ભરતીના ચાલી રહ્યા છે વર્ગો 50 યુવાનો લઈ રહ્યા છે...

મોરબીમાં સરકારી ભરતીના ચાલી રહ્યા છે વર્ગો 50 યુવાનો લઈ રહ્યા છે નિઃશુલ્ક તાલીમ

આજના સમયમાં શિક્ષણ ક્ષેત્રે જબરદસ્ત જાગૃતિ આવી ચુકી છે જેના કારણે શહેર અને ગામડામાં યુવાનો અને બાળકો શિક્ષિત બની રહ્યા છે.આ આજના યુવાનો શિક્ષણ સાથે સાથે પોતાની ઉજ્જવળ કારકિર્દી બાબતે પણ એટલા જ સજાગ બન્યા છે.ઘણા યુવાનો બિઝનેસ વ્યવસાય તરફ વળે છે ઘણા યુવકો ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઘણા યુવાનો એન્જીનીયરીંગ તેમજ અલગ અલગ ફિલ્ડમાં પોતાની કારકિર્દી બનાવી રહ્યા છે. જોકે આવા સમયમાં પણ હજુ સરકારી ક્ષેત્રમાં નોકરી મેળવવા માગતા અરજદારોમાં કોઈ ઓટ આવી નથી.એથી ઊલટું શિક્ષણ વધવાના કારણે સરકારી ભરતીની તૈયારી કરનારની સંખ્યા વધી છે. અને તેની સાથે સાથે સ્પર્ધા પણ દિવસે દિવસે વધુ કઠિન બની રહી છે ત્યારે આ પરિક્ષાઓ પાસ કરવા સાચી દિશા અને મહેનતની જરૂરિયાત ઉભી થાય છે હાલ અલગ અલગ શહેરમાં ખાનગી કોચિંગ કલાસ ચાલતા હોય છે. જેમાં ઉંચી ફી લઈ ઉમેદવારોને તાલીમ આપવામાં આવે છે.જોકે આવી તાલીમ કેન્દ્રમાં ગરીબ કે મધ્યમ વર્ગના લોકોને પોસાય તે શક્ય નથી જેના કારણે ઘણા બાળકો તૈયારી બંધ કરી દેતા હોય છે. મોરબીમાં આવા ગરીબ પરિવારના બાળકો માટે સમતા ફાઉદેશન દ્વારા નિઃશુલ્ક વર્ગો શરૂ કર્યા છે. મોરબી શહેરના સ્ટેશન રોડ પર આવેલ વણકર સમાજની વાડીમાં આ નિઃશુલ્ક વર્ગો ચાલી રહ્યા છે જેમાં હાલ 50થી વધુ ઉમેદવારો નિઃશુલ્ક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે. આ 50 ઉમેદવારો માથી 15 જેટલા ઉમેદવાર એવા છે જેમણે તાજેતરમાં લેવાયેલ પીએસઆઈ એલઆરડી સહિતના અલગ અલગ ભરતીમાં શારીરિક કસોટી પાસ કરી લીધી છે અને હાલ લેખિત પરિક્ષાની તૈયારી કરી રહ્યા છે. અનુસૂચિત જાતિના સમાજના લોકો દ્વારા પોતાની ક્ષમતા મુજબ ફૂલ નહી તો ફૂલની પાંખડી રૂપે દાનની સરવાણી આપી આ નિઃશુલ્ક વર્ગો શરૂ કરવા દાન આપતા આજે તેમાં અલગ અલગ શહેરમાંથી વિષય નિષ્ણાંતોને તેના શિક્ષણ બદલ વળતર ચૂકવી બોલાવવામાં આવે છે. અને તેઓ બાળકોને તાલીમ આપી રહયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW