HomeGujaratમોરબી-વાંકાનેરમાં રાત્રી કરફ્યુ ભંગ કરનાર વેપારી સહીત 8 ઝડપાયા

મોરબી-વાંકાનેરમાં રાત્રી કરફ્યુ ભંગ કરનાર વેપારી સહીત 8 ઝડપાયા

મોરબી જિલ્લામાં કોરોના મહામારીના વધતા પ્રકોપને ધ્યાનમાં લઈ મોરબી અને વાંકાનેર શહેરમાં રાત્રી કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.મોરબીમાં અધિક કલેક્ટર જાહેરનામાં બાદ જિલ્લા પોલીસે પણ તેની કડક અમલવારી શરૂ કરી છે.જિલ્લા પોલીસે રવિવારે મોરબી શહેર તેમજ વાંકાનેર શહેરમાં રાત્રી કરફ્યુનો ભંગ કરતા 8 શખ્સને ઝડપી લીધા હતા અને તેમના વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રાત્રી કરફ્યુનો ભંગ કરનારમાં મોરબી એ ડિવિઝન પોલીસે વિસી ફાટક પાસેથી કુલદીપસિંહ ઘનશ્યામસિંહ પરમાર,નવદીપસિંહ જયવીરસિંહ જાડેજાને રવાપર ચોકડી વિસ્તારમાંથી વિજયભાઇ મનુભાઇ ગોગા ને ઝડપી લીધા હતા તો કે કે સ્ટીલ સામે આવેલ ભવાની ફાસ્ટફૂડના વેપારીનિકુંજભાઈ કેશવજીભાઈ કાસુદ્નાને કરફ્યુ ભંગ કરી દુકાન ચાલુ રાખવા બદલ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.આ ઉપરાંત બી ડિવિઝન પોલીસે વીસીપરા મેઇન રોડ વિસ્તારમાંથી
અહેમદહુશેનભાઇ ઇબ્રાહિમભાઇ ભટ્ટીત્રાજપર ચોકડી વિસ્તારમાંથી રવીભાઇ પરષોતમભાઇ માનેવાડીયા અને સંજય જલાભાઈ સનુંરાને ઝડપી લીધા હતા તો વાંકાનેર શહેરમાંથી
વિજયભાઈ કનાભાઈ મદ્રેસાણીયાને ઝડપી લીધા હતા અને તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW