હળવદ પંથકમાં દિવસેને દિવસે ચોરીના બનાવોમાં નોધપાત્ર વધારો થયો છે અને હજુ મિયાણીમા મંદિરમાં દાનપેટીની રકમ અને ચાંદીના છત્તર સહિતની ચોરીના બનાવની સ્યાહી સુકાઈ નથી ત્યાં શહેરની આલાપ ટાઉનશીપ અને હરીનગર ગોલ્ડ સોસાયટીમાં સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા જ્યારે ચોરીના બનાવો વધતા લોકોની ચિંતામાં વધારો થયો છે અને ચોરીના બનાવના પગલે પોલીસ બનાવ સ્થળે દોડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પંથકમાં ચોરીના બનાવોનો સિલસિલો યથાવત રહ્યો છે અને પોલીસ તંત્રની નિષ્ફળતા ઉડીને આંખે વળગી હોય તેમ મિયાણીમા ચોરી,ચરાડવામા ચોરી અને વળી પાછી મિયાણીમા ચોરી અને હવે હળવદની હરીનગર ગોલ્ડ સોસાયટીમાં રહેતા કૈલાશગીરી ગોસ્વામી પરીવાર સાથે બહાર ગામ ગયા હતા ત્યારે ગતરાત્રીના કોઈ અજાણ્યા તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી સોનાના બે ચેઈન,સોનાની 6 વીંટી અને એક ચાંદીની લક્કી તેમજ 70 હજાર રોકડ લઈ ગયા હોવાનું સામે આવ્યું છે અને બનાવ સંદર્ભે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જ્યારે આલાપ ટાઉનશીપમાં હરેશભાઈ પરીવાર સાથે બહાર ગયા હોય ત્યારે તેઓના પણ રહેણાંક મકાનમાં ગતરાત્રીના જ તસ્કરોએ મેઈન ગેટનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી સોનાની બુટ્ટી અને વીસ હજાર રોકડ લઈ ગયા હતા બનાવની જાણ હળવદ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ વધુમાં અલગ અલગ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ઘટનામાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં શંકાસ્પદ શખ્સો ઘરની આસપાસ નજરે પડ્યા હતા જોકે આ તસ્કરો જ છે કે કેમ અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે

