HomeGujaratબિહાર પોલીસે સચીનના ફેન સુધીર કુમાર સાથે કરી મારપીટ, DSPને કરી ફરિયાદ

બિહાર પોલીસે સચીનના ફેન સુધીર કુમાર સાથે કરી મારપીટ, DSPને કરી ફરિયાદ

હાલના દિવસોમાં સ્પોર્ટ્સ ચાહકોએ કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને કારણે ક્રિકેટમાંથી સ્ટેડિયમથી દૂર રહેવું પડે છે. પણ ક્રિકેટમાંથી મળેલો આ બ્રેક સચીનના ફેન સુધીર કુમાર માટે મોંઘો સાબિત થઈ રહ્યો છે. સુધીરને બિહાર પોલીસના કર્મચારીઓએ માર માર્યો હતો કારણ કે તે એક સંબંધીને મળવા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. એક રિપોર્ટ અનુસાર, સુધીરે જણાવ્યું કે જે પોલીસ સ્ટેશનમાં તેની સાથે મારપીટ કરવામાં આવી હતી, તે પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન માટે તેને એકવાર પોલીસે બોલાવ્યો હતો.

સુધીરે આ અંગે નાયબ પોલીસ અધિક્ષકને ફરિયાદ કરી છે. સુધીર પર મુઝફ્ફરનગર પોલીસના એક પોલીસકર્મીએ હુમલો કર્યો હતો. કારણ કે તે એક સંબંધીને મળવા પોલીસ સ્ટેશન ગયો હતો. આ એ જ પોલીસ સ્ટેશન છે જ્યાં સુધીરને થોડા વર્ષો પહેલા એક સારા સેલિબ્રિટી તરીકે આ પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન માટે બોલાવવામાં આવ્યો હતા. DSP રામનરેશ પાસવાને ખાતરી આપી છે કે આરોપી પોલીસકર્મી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. કાયદેસરના પગલાં લેવામાં આવશે. સુધીર મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના ખાસ ચાહકોમાંથી એક છે. તે આખી દુનિયામાં સચિનના ક્રેઝ માટે ઓળખાય છે. ભારતમાં લગભગ દરેક ક્રિકેટ મેચમાં, તે પ્રેક્ષક ગેલેરીમાંથી પોતાને ત્રિરંગા ધ્વજના રંગમાં રંગીને અને તેના માથા પર વાળ વડે ભારતનો નકશો બનાવીને ભારતીય ટીમને સપોર્ટ કરતો જોવા મળે છે. આ સિવાય તેના શરીર પર તેંડુલકરનું નામ લખેલું છે. પોલીસકર્મી એ માર માર માર્યા બાદ, સુધીર શાંતિથી પોલીસ સ્ટેશન છોડી ગયો. પરંતુ પોલીસકર્મીઓનું આ વર્તન બતાવે છે કે જ્યારે સુધીર જેવો પરિચિત વ્યક્તિ પોલીસના અત્યાચારનો શિકાર બની શકે છે. તો સામાન્ય માણસ સાથે પોલીસનું કેવું વર્તન હશે.

સુધીરે ડીએસપીને આપેલા તેમના રીપોર્ટમાં જણાવ્યું હતું કે, આ પોલીસ સ્ટેશનની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવા માટે થોડા વર્ષો પહેલા મને મુખ્ય અતિથિ તરીકે બોલાવવામાં આવ્યો હતો. પરંતુ આજે એ જ પોલીસ સ્ટેશનમાં મારી સાથે મારપીટ કરવામાં આવી હતી. જ્યારે મારી સાથે આવી ઘટના બની શકે છે તો પોલીસ સામાન્ય નાગરિકો સાથે કેવું વર્તન કરશે. તે સમજી શકાય તેવું છે.’ ડીએસપીએ આ અંગે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે અને કહ્યું છે કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW