HomeGujaratટંકારામાં 3648 વિદેશી દારૂની બોટલ સાથે ૩ ઝડપાયા 2 ફરાર

ટંકારામાં 3648 વિદેશી દારૂની બોટલ સાથે ૩ ઝડપાયા 2 ફરાર

રાજકોટ શહેર ડી.સી.બી.શાખાના પોલીસ મથક વિસ્તારમાં આરોપીઓ મોરબી જિલ્લામાં ફરતા હોવાની બાતમી રાજકોટ ડીસીબીને મળી હતી જેના આધારે રાજકોટ ડીસીબીની ટીમ ટંકારા આવી હતી.ટંકારા પોલીસ સ્ટાફ આરોપીની તપાસમા મદદથી લજાઈ ચોકડી પાસે આવતા જી.આઇ.ડી.સી વિસ્તારમા સીલ્વર રીસાયકલ ઇંન્ડસ્ટ્રીઝ ગોડાઉનની બાજુમા નવુ બનેલ નામ વગરના ગોડાઉનમા નાસતો ફરતો આરોપી છુપાયેલ હોવાની બાતમી આધારે તપાસ કરતા ગોડાઉનમા તથા બોલેરો ગાડી નં G-J-03-B-W-1619માં રૂ13,68,000 કિમતની ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની 3648 બોટલ મળી આવી હતી. જેથી પોલીસે દારૂની બોટલ બોલેરો કાર અને 3 મોબાઈલ મળી કુલ 17.24 લાખના મુદામાલ સાથે દિનેશ શાંતિલાલ મીણા,શંભુલાલ પદમસિંગ મીણા દુર્જનસિંગ પદમસિંગ સિસોદીયાને ઝડપી લીધા હતા જયારે ધવલ રસીકભાઈ સાવલીયા ફીરોજ હાસમભાઈ સંધી ફરાર થઇ ગયા હતા.બનાવ અંગે ટંકારા પોલીસે પાંચેય શખ્સ વિરુદ્ધ્ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW