HomeGujaratમોરબીના થોરાળા પાસે અકસ્માતની ઘટનામાં મૃતકે મિત્રની કાર બે દિવસ માટે જ...

મોરબીના થોરાળા પાસે અકસ્માતની ઘટનામાં મૃતકે મિત્રની કાર બે દિવસ માટે જ લીધી હતી

મોરબીના રાજપર રોડ પર આવેલ થોરડા ગામના પાટિયા પાસે બુધવારે મોડી રાત્રે જીજે 03 સીએ 4814 નંબરની એક એસન્ટ કાર મોડી રાત્રે થાંભલા સાથે ધડાકાભેર ભટકાઈ હતી.અને પલટી મારી ગઈ હતી આ ઘટનામાં રંજય કુમાર બેચેનભાઈ મેહતા તેમનો મજુર સાહેબલાલ શ્રીરામ બહાદુર યાદવ તેમની સાથે રહેતી યુવતી ઇન્દોરવતી ગંગારામ પંડિતનું ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.

બનાવ બાદ આસપાસના લોકો તેમજ તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહને બહાર કાઢી પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે મ્ર્તુકના ભાઈ મંજય કુમારે ફરિયાદ નોધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમના ભાઈ ટંકારામાં લતીપર રોડ પર વિસ્તારમાં રહેતા હોય અને ચાચાપર નજીક યમી પોલીપેકમાં મજુરને કામ પર રાખવાનો કોન્ટ્રકટ રાખી પરિવારનું ગુજરાન ચલાવતા હોય અને આ કામમાં મજૂરોની હેરાફેરી માટે કાર લેવાનું નક્કી કર્યું હતું

આ માટે તેમણે બે ત્રણ દિવસ કાર શીખવા તેના મિત્ર ધર્મેશ બાબુ નામના શખ્સની કાર લીધી હતી આ કાર લઈ તેઓ બુધવારે રાત્રે મોરબીથી રાજપર જતા હતા તે દરમિયાન અકસ્માત થતા તેનું મોત થયાનું સામે આવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW