રાજકોટ નાગરિક સહકારી બેંકની મોરબીના રવાપર રોડ પર આવેલ બ્રાંચમાં ફરજ બજાવતો પ્રકાશ ગોવિંદ નકુમ નામના કેશિયરે બેંકમાં ફિક્સ ડીપોઝીટ જમા કરાવવા આવતા 59 જેટલા ગ્રાહકોની રકમ ખાતામાં જમા કરવાને બદલે અંદાજીત રૂ 2 કરોડ જેટલી રકમ અલગ અલગ સમયે એકઠી કરી પોતાના ખાતામાં જમા કરી લીધી હતી અને ગ્રાહકોને માત્ર પેમેન્ટ સ્લીપ પર બેંકનો સિક્કો મારી આપી દેતો હતો જોકે કેટલાક ગ્રાહકોએ પાસબુકમાં એન્ટ્રી કરવા જતા તો અલગ અલગ બહાના કરી એન્ટ્રી કરતો ન હતો ગ્રાહકોને શંકા જતા મેનેજરને ફરિયાદ કરી હતી

આ ઘટના બાદ રાજકોટની હેડ ઓફીસ દ્વારા તેને તાત્ત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી તપાસ હાથ ધરી હતી જેમાં કુલ 59 ગ્રાહકોના 2 કરોડ જેટલી રકમની ઉચાપત થયાનું સામે આવતા અંતે પોલીસ ફરિયાદ નોધવા તજવીજ હાથ ધરી હતી આ દરમિયાન આરોપી પણ ફરાર થઇ ગયો હતો આ બનાવમાં અંતે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ કરી આરોપી પ્રકાશ નકુમને ઝડપી લીધો હતો આરોપી વિરુદ્ધ ગુન્હો નોધી કોર્ટમાં રજુ કર્યો હતો કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ પર મોકલી દીધા હતા.

