HomeGujaratહળવદના મિયાણીમાં તસ્કરો રૂપિયા,ચાંદીની છતર સાથે ભગવાનની મૂર્તિ પણ ઉઠાવી ગયા.!

હળવદના મિયાણીમાં તસ્કરો રૂપિયા,ચાંદીની છતર સાથે ભગવાનની મૂર્તિ પણ ઉઠાવી ગયા.!

શિયાળો જમતાની સાથે જાણે મોરબી જીલ્લામાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ અલગ અલગ વિસ્તારમાં દુકાન ઘર અને મંદિર જે પણ સ્થળ હાથમાં આવે ત્યાં ચોરી કરી રહ્યા છે ,હળવદ પંથકમા તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યુ હતું.બનાવ અંગે ગ્મરામજનોએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવવા તજવીજ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ હળવદના મિયાણીમા આવેલ હનુમાનજી મંદિર અને સુરાપુરાદાદના મંદિરમાં ચાંદીના છત્તર,મુર્તિ,પિત્તળનો ઘંટ અને દાનપેટીની રોકડ રકમની ચોરીને અંજામ આપી તસ્કરો ફરાર થઈ ગયા હતા જ્યારે બનાવના પગલે ગ્રામજનો મોટી સંખ્યામાં ગ્રામજનો મંદિરમાં પહોચ્યા હતાં અને ચોર સામે ભારોભાર રોષ વ્યકત કર્યો હતો જોકે ઘટનાની જાણ પોલીસને કરતાં ઘટના સ્થળે દોડી ચોરના પગર મેળવવાની તજવીજ હાથ ધરી હતી ત્યારે હળવદના વિવિધ વિસ્તારમાં થયેલી ચોરીના ભેદ હજુ વણ ઉકેલ્યા છે ત્યારે હવે ગામોમા મંદિરમાં ચોરીના બનાવ સામે આવ્યો છે ત્યારે પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW