HomeGujaratમોરબીના ગ્રામ્ય વિસ્તારમાં માનસિક સગીરા પર પાડોશી દુકાનદારે આચરી ગર્ભવતી બનાવી દીધી

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં માનસિક સગીરા પર પાડોશી દુકાનદારે આચરી ગર્ભવતી બનાવી દીધી

મોરબી તાલુકા પોલીસ વિસ્તારમાં આવતા એક ગામમાં સાડા ચાર મહિના પહેલા દુકાનમાં પેન લેવા ગયેલ એક માનસિક અસ્થિર સગીરા સાથે દુકાનના માલિકે ધાક ધમકી આપી સગીરા માનસિક સ્થિતિનો લાભ લઇ હવસનો શિકાર બનાવી દુષ્કર્મ આચર્યું હતું આ બનાવમાં સગીરા ગર્ભવતી બનતા કિસ્સો સામે આવ્યોહતો.બનાવની જાણ થતા સગીરાની માતાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી આરોપીની શૉધખોળ હાથ ધરી હતી. ઘટનામાં આરોપી પોલીસના હાથ વેતમાં હોવાનું સામે આવ્યુ છે.
મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક માનસિક અસ્થિરતાનો ભોગ બનેલી સગીરા સાડા ચાર મહિના પહેલા તેના ઘરની નજીક આવેલ દુકાને પેન લેવા ગઇ હતી તે દરમિયાન દુકાનદારે ધાક ધમકી આપી પોતાની ખરાબ નજર રાખી હતી અને માતા પિતાને મારી નાખવાની ધમકી આપી સગીરા પર અલગ અલગ સમયે દુષ્કર્મ ગુજાર્યું હતું. માનસિક રીતે અસ્થિર સગીરા કોઈ પણ કહેવા સક્ષમ ન હતી. જેથી સગીરા ગર્ભવતી બની ગઈ હતી જેથી ભાંડો ફૂટી ગયો હતો. ગંભીર ઘટના અંગે ડોક્ટરે જણાવતા માતાના પગ નિચેથી જમીન સરકી ગઈ હતી.સગીરા ની પૂછપરછ કરતા આરોપીનું નામ ખુલ્યું હતું જેથી બનાવ અંગે ભોગ બનનારની માતાએ આરોપી સામે દુષ્કર્મની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આથી આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ વિરલ પટેલ સહિતની ટીમે આ બનાવની તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લીધો હતો અને તેના વીરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW