મોરબી શહેર તેમજ જિલ્લાભરમાં ખાસ કરીને 4 નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ સતત જોવા મળી રહ્યો છે અવાર નવાર આખલા યુદ્ધ થતા હોય છે તો ગાયના ધણ રસ્તા રોકી બેસી જતા વાહન ચાલકો માટે જીવનું જોખમ બની રહ્યા છે.જોકે શહેરમાં માત્ર રખડતા ઢોરનો ત્રાસ બાકી હોય તેમ તેમ રખડતા કુતરા પણ મોટા પાયે ત્રાસ વધી રહ્યો છે મોરબી જિલ્લાની વાત કરીએ તો 2021માં 5223 લોકોને જયારે 2020માં 8390 લોકોને શ્વાને બચકા ભર્યા હતા બે વર્ષમાં મોરબી જિલ્લામાં 13,613 લોકોને કુતરાએ બચકા ભર્યા હતા. શિયાળાની સીઝનમાં કૂતરા કરડવાનીં સમસ્યા ખુબ વધુ જોવા મળી રહી છે.
બીજી તરફ સ્થાનિક વહીવટી તંત્રની આરોગ્ય બાબતમાં પણ તંત્ર બેપરવા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે મોરબી જિલ્લામાં કૂતરા કરડે તો સામાન્ય ઈન્જેકશન સિવિલ હોસ્પિટલમાં મળી રહે છે. જોકે હડકવાના ડોઝ લેવા જિલ્લાભરમાં લોકોને મોરબી સિવિલ હોસ્પિટલમાં જવું પડે છે અને સિવિલ હોસ્પિટલમાં પણ ડોઝ ઘટી જાય તો ન છૂટકે ખાનગી હોસ્પીટલ અથવા રાજકોટ સુધી લંબાવવું પડે છે.
મોરબી જિલ્લામાં વવધી રહેલી કુતરાની સંખ્યા કાબુમાં લેવા અવાર નવાર લોકો દ્વારા અલગ અલગ પાલિકા વિસ્તારમાં ખસી કરણઝુંબેશ ચલાવવા માંગણી કરી છે પરંતુ તંત્ર દ્વારા પણ આંખ આડા કાન કરી દેવાતા સમાન્ય પ્રજાને ભોગવવું પડે છે.

