મોરબીના સુપર સિનેમા વિસ્તારમાં આવેલી અલગ અલગ ૫ દુકાનમાં ગત શનિવારે મોડી રાત્રે એક અલગ અલગ પાચ દુકાનના તાળા તોડી તસ્કરોએ અલગ અલગ સ્થળેથી ચીજ વસ્તુઓની ચોરી કરી તરખાટ મચાવ્યો હતો આ બનાવમાં પોલીસે અંતે પોલીસ ફરિયાદ નોધવાની તજવીજ હાથ ધરી હતી
મોરબીના સુપર સિનેમા નજીક આવેલ સુભાષ રોડ પર આવેલ ઓમ અગરબતી,મેહતા નીમચંદ ભાઈચંદ બ્રધર્સ,રાજ હેર સલુન, નાથાલાલ ડોસાલાલ મીરાણીની દુકાનના તાળા તૂટ્યા હતા.જેમાં એક દુકાનમાંથી ૩ ઘીના ડબ્બા અગરબતી પેકેટ, એક દુકાનમાંથી રોકડ 4000 હેર સલુન દુકાનમાંથી વાદ કાપવાનું મશીન સહીત કુલ રૂ 4550નો મુદામાલ ચોરી કરી લઇ ગયા હતા આ બનાવમાં અંતે પોલીસ મથકે ફરિયાદ નોધાઈ છે બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

