મોરબીના મેહન્દ્રનગર ગામના એક વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો બનાવ અંગે વેપારીએ 4 શખ્સ વિરદ્ધ રૂપિયાની પઠ્ઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી
મોરબીના મેહેન્દ્રનગર ગામમાં આવેલ રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા મૂળ હળવદના ઉમેશભાઈ નરસીભાઈ પારેજિયાને ધંધામાં રૂપિયાની જરૂર હોવાથી ભાવેશભાઈ મહેતા,અર્જુન આહીર,આશિષ આહીર તેમજ સોહિલ સુમરા નામના શખ્સો પાસેથી અલગ અલગ સમયે વ્યાજે રૂપિયા લીધા હતા.જોકે આ રૂપિયાનું કમ્મરતોડ વ્યાજ ચુકવવા છતાં ઉમેશભાઈ તેમજ તેમના ભાઈ અને પિતા પાસે મુદલ અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરી તમામને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ગયેલ ઉમેશભાઈએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો બનાવ અંગે ઉમેશભાઈએ ચારેય શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

