HomeGujaratદેશી પિસ્તોલ વેચવા આવેલ બે શખ્સ વાકાનેર બાઉન્ડ્રી નજીક હોટેલમાંથી ઝડપાયા

દેશી પિસ્તોલ વેચવા આવેલ બે શખ્સ વાકાનેર બાઉન્ડ્રી નજીક હોટેલમાંથી ઝડપાયા

વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલી તુલસી હોટેલના ગ્રાઉન્ડ માં બ્લુ રંગના શર્ટ પહેરેલા એક સરદારજી અને તેની સાથે એક શખ્સ હથિયાર વેચવા આવ્યા હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી દરમિયાન બન્ને શખ્સ હથીયાર સાથે નજરે ચડતા બન્નેને ઝડપી લીધા હતા.

અને તેની પાસેથી એક લોખંડ મેગ્જીનવાળી પિસ્તોલ અને 5 કાર્ટીસ અને એક ખાલી મેગ્જીન મળી આવી હતી.પોલીસે આરોપીની ધરપકડ કરી પુછપરછ કરતા સરદારજીનું નામ માનસિંગ ઉધમસિંગ દુધાણી રહે ધોરાજી ગુલાબનગર જયારે બીજા એક શખ્સનું નામ પવન મદન સીરવી રહે બારિયા તા ગાંધવાની જીલ્લો ધાર મધ્ય પ્રદેશના હોવાનું સામે આવ્યું હતું એલસીબીની ટીમે બન્ને વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એકટ વિરુદ્ધ ગુન્હો નોધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW