HomeGujaratકુલ 528 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર, અહીં સૌથી વધુ કેસ,જાણો ક્યાં થયું...

કુલ 528 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર, અહીં સૌથી વધુ કેસ,જાણો ક્યાં થયું આવું

સુરત સિટીમાંથી સૌથી વધારે કોરોના વાયરસના કેસ નોંધાય રહ્યા છે. શહેર વિસ્તારમાંથી જ એક દિવસના 2505 કેસ સામે આવ્યા છે. જેના કારણે આરોગ્ય વિભાગની ચિંતા વધી ગઈ છે. સુરતમાં જે ગતિથી કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે એને કંટ્રોલમાં લેવા માટે સુરત મહાનગર પાલિકાએ બીજી વેવની જેમ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. સુરત શહેરમાં સૌથી વધારે કેસ આઠવા ઝોનમાંથી નોંધાયા છે. આઠવા ઝોનમાં 179 માઈક્રો કન્ટેન્મેન્ટ સાથે 528 માઈક્રો કન્ટેન્મેન્ટ જાહેર કરવામાં આવ્યા છે.

સુરત સિટીમાં રોકેટની સ્પીડમાં કેસ વધી રહ્યા છે. જેને કંટ્રોલમાં લેવા માટે પાલિકાએ શહેરના અલગ અલગ વિસ્તારમાં હાઈરિસ્ક ઝોન જાહેર કરી દીધા છે. સૌથી વધારે કેસ હોય ત્યાં માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરકરાયા છે. કુલ મળીને 528 આવા ઝોન છે. જેમાં 14607 ઘરનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં કુલ 57525 લોકો વસવાટ કરી રહ્યા છે. નવા વર્ષે શરૂઆતથી જ સુરતમાં કેસ વધી રહ્યા છે. સુરત પાલિકા તરફથી પણ લોકોને સાવધાની રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે. સુરત પાલિકાએ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે. જેમાં સૌથી વધારે સંવેદનશીલ અઠવા ઝોન હોવાનું જાણવા મળ્યું છે. આ પછી વરાછા એ અને ઉઘના બી ઝોનમાં સૌથી ઓછા 8 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. આ વિસ્તારમાં હાલમાં 4804 એક્ટિવ કેસ હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુ કેસ સામે આવતા વિસ્તારને રેડ અને હાઈરિસ્ક ઝોનમાં પણ સમાવી લેવાશે.

સુરતના વરાછાના એ ઝોનમાં કોરોના વાયરસના સૌથી વધારે 515 કેસ સામે આવેલા છે. જ્યારે કતારગામ ઝોનમાંથી 448 કેસ સામે આવેલા છે. રાંદેરમાંથી 413, અઠવા ઝોનમાંથી 409, ઉઘના એ માંથી 202, ઉધના બી ઝોનમાંથી 40, વરાછા બી ઝોનમાંથી 185, લિંબાયત માંથી 182, સેન્ટ્રલ ઝોનમાંથી 111 કેસ નોંધાયેલા છે. સુરતમાં ત્રીજી વેવ શરૂ થઈ ચૂકી છે. આ વેવમાં 12000થી વધારે એક્ટિવ કેસ પૈકી 204 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં એડમીટ છે. સારવાર લઈ રહ્યા છે. 30 ટકા દર્દીઓ વેન્ટિલેટર બાયપેપ પર અને ઑક્સિજન પર હોવાનું અધિકારીઓના સુત્રોનું કહેવું છે. છેલ્લા બે દિવસમાં સુરત શહેરમાંથી 204 દર્દીઓને હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા છે. જે પૈકી 40 સિવિલ હોસ્પિટલમાં તથા 164 ખાનગી હોસ્પિટલમાં હોવાનું જાણવા મળ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW