HomeGujaratCentral Gujaratરાજ્યની આ સરકારી કચેરીઓમાં શનિવારે રજા, સરકારે જાહેર કર્યો પરિપત્ર

રાજ્યની આ સરકારી કચેરીઓમાં શનિવારે રજા, સરકારે જાહેર કર્યો પરિપત્ર

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાની ત્રીજી લહેર તેના પીક ઉપર પહોંચી ચુકી છે. ત્યારે રાજ્યમાં આવેલી તમામ સરકારી કચેરીઓમાં આ શનિવારે રજા રાખવાનો નિર્ણય સરકારે લીધો છે. આ નિર્ણયમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનો સમાવેશ કરાયો નથી.

કોરોના વાયરસના વધતા સંક્રમણને ધ્યાને રાખીને રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. જે અંતર્ગત રાજ્યમાં આવતા શનિવારે એટલે કે તા. 15 જાન્યુઆરીના રોજ સરકારી કચેરીઓમાં રજા જાહેર કરી છે. સરકારે બહાર પાડેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, કોરોના વાયરસના ચેપને નિયંત્રણ કરવા સાથે સીધા સંકળાયેલા કર્મચારીઓ, અધિકારીઓ તથા આવશ્યક અને તાત્કાલીક સેવાસો સાથે સંકળાયેલા વિભાગો અને કચેરીઓ જેવી કે પરિવાર કલ્યાણ વિભાગ તથા તેને સંલગ્ન કચેરીઓ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, કલેક્ટર કચેરી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલી કચેરીઓ, પંચાયત, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, ગેસ અને વીજ વિતરણ કરતી કંપનીઓ, પાણી પુરવઠા સાથે સંકળાયેલી સંલગ્ન કચેરીઓ, પોલીસ તંત્ર, હોમગાર્ડ્સ, નાગરિક સંરક્ષણ જેવી કચેરીઓમાં આ સુચના લાગુ થશે નહીં.

રાજ્ય સરકાર દ્વારા જાહેર હિતમાં તથા તમામની સ્વાસ્થ્ય સુખાકારીને ધ્યાને લઈને રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં તા. 15 જાન્યુઆરીને શનિવારના રોજ રજા જાહેર કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW