મોરબી જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે જોકે આ વખતેમોટા ભાગના દર્દી હોમ ક્વોરોન્ટીન છે જેથી આવા દર્દીઓનું ઝડપથી ફોલોઅપ લેવા દર્દીઓને હોસ્પિટલ સુધી ન જવું પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબી જીલ્લામાં કુલ 6 ધનવંતરી રથ કાર્યરત કરી છે. તેમજ હોમ આઇશોલેશનમાં રહેલા પોઝીટીવ દર્દીઓની આરોગ્ય તપાસ માટે કુલ 8 સંજીવની આરોગ્ય રથ શરુ કરવામાં આવ્યા છે.
વધુ માં આજ રોજ કલેકટર જે. બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પી. જે. ભગદેવ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરા, તેમજ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. વારેવાડીયા દ્વારા કન્ટેન્ટ મેન્ટ ઝોનની મુલાકાત લીધી હતી ,
કોરોના પોઝીટીવ દર્દીઓની મુલાકાત કરી તેમની તબિયત વિશે ખબર અંતર જાણી હતી તેમજ અન્ય કોઈ મુશ્કેલી પડી રહી છે કે કેમ શું જરૂરિયાત છે તે અંગે માહિતી આપી હતી તેમજ ધનવંતરી રથ અને સંજીવની રથની કામગીરીની સમીક્ષા કરી વધુ સારી રીતે દર્દીઓની કાળજી લેવા સુચના આપી હતી .વધુ માં હોમ આઈશોલેશનમાં રહેલા મોટા ભાગના તમામ દર્દીઓએ અગાઉ કોરોના રસી ના બંને ડોઝ લીધા હોય કોરોના ના કોઈ ગંભીર લક્ષણો જોવા મળેલ નથી. તેમજ હોસ્પિટલ મા દાખલ થવાની પણ જરૂર પડેલ નથી.
કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મોરબીની તમામ જનતાને કૉવિડ એપ્રોપ્રીએટ બેહેવિયર રાખવા તેમજ વેકસીનના બંને ડોઝ તુરંત લઈ લેવા પણ જણાવ્યું હતું આ પગલાથી કોરોના ના ગંભીર લક્ષણોથી બચી શકાય અને મોરબી જિલ્લાને કોરોનાથી બચાવી શકાય તેવી અપીલ કરી હતી

