HomeGujaratરાજ્યના મોટાભાગના શહેરનું તાપમાન સિંગલ ડિજિટમાં,હજું ઠંડી વધશે

રાજ્યના મોટાભાગના શહેરનું તાપમાન સિંગલ ડિજિટમાં,હજું ઠંડી વધશે

સૌરાષ્ટ્ર-કચ્છમાં બર્ફિલા પવન વચ્ચે તીવ્ર ઠંડીનો માહોલ યથાવત રહ્યો હતો. રાજકોટ, નલિયા, અમરેલી, ભુજ, જામનગર સહિત છ શહેરોમાં સવારે પણ સીંગલ ડિઝીટ તાપમાન નોંધાતા લોકો રીતસરના ઠૂંઠવાયા હતા. ઉપરાંત 8.4 ડિગ્રી સાથે જૂનાગઢનો ગિરનાર પર્વત ઠંડોબોળ રહ્યો હતો. જાણે શિમલામાં હોય એવું અનુભવાઈ રહ્યું હતું. જે સ્થળોએ સિંગલ ડિઝીટમાં તાપમાન નોંધાયું તેમાં રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયા ખાતે 5.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

લઘુત્તમ તાપમાનથી લોકો ધ્રુજ્યા હતા. પરંતુ ભારે ઠંડો બર્ફિલો પવન સૂસવાટા મારતો હોવાથી પશુ-પક્ષીના જનજીવન ઉપર મોટી અસર થવા પામી છે. આખો દિવસ લોકો શાલ-ટોપી, મફલર, સ્વેટર પહેરી બહાર નીકળી રહ્યા હતા. આ ઉપરાંત દિવસ કરતા રાત વધારે ઠંડી અનુભવાઈ રહી હતી. સમી સાંજમાં રોડ સૂમસામ થઈ જતા લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. વહેલી સવારે મોનિર્ંગ વોકમાં સંખ્યા ઘટી રહી છે. ઠેર-ઠેર તાપણા જોવા મળી રહ્યા છે. જીરા-ધાણા સહિતના પાકોમાં રાત્રીના પાણી વાળતા ધરતીપુત્રો ઠૂંઠવાઈ રહ્યા છે. વાતાવરણમાં ભેજ વધીને 46 ટકા નોંધાયો છે. જ્યારે પવનની ગતિ પ્રતિકલાક 7 કિ.મી.ની ઝડપે ફૂંકાઈ રહ્યો છે. ગીરનાર પર્વત ઉપર પવનની ગતિ પ્રતિકલાક 12 કિ.મી.નો ઠંડોગાર ફૂંકાઈ રહ્યો છે. આજરોજ પણ સર્વત્ર તીવ્ર ઠંડીનું મોજું છવાયેલું રહેતા લોકો ધ્રુજ્યા હતા. તેમજ જામનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો ફરીથી નવો રાઉન્ડ શરૂ થયો છે, અને હાલાર પંથકમાં શીત લહેર પ્રસરી ગઇ છે. છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો પારો 10 થી 11 ડિગ્રીની વચ્ચે રહ્યો હોવાથી કાતિલ ઠંડી પડી રહી છે. સાથોસાથ પ્રતિ કલાકના 7.3 કિ.મી.ની ઝડપે ફૂંકાઈ રહેલા બર્ફીલા ઠંડા પવને શહેરીજનો તેમજ પશુ પક્ષીઓ ને ધ્રુજાવી દીધા છે. જેને લઇને જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. ઠંડીનો પારો નીચે ગગડીને 10.5ડિગ્રી સુધી આવી જતાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. જામનગર શહેરમાં ઠંડીનો પારો સડસડાટ નીચે ગગડીને 10.5 ડિગ્રી સુધી પહોંચી જતાં 3 દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે. બુધવારે 10.5ડિગ્રીએ ઠંડીનો પારો સ્થિર થયો છે. સાથોસાથ પ્રતિ કલાકના 7.3 કિ.મી.ની ઝડપે ફૂંકાઈ રહેલા બર્ફીલા ઠંડા પવને નગરજનોને ઉપરાંત પશુ-પક્ષીઓને ધ્રુજાવ્યા છે. હજુ ઠંડીમાં વધારો થાય તેવી પણ શક્યતા દર્શાવાઈ છે.

રાજકોટ શહેરમાં 9,
અમરેલીમાં 9.6,
વડોદરામાં 9.4,
ભુજમાં 9.8,
ડિસામાં 9 ડિગ્રી
અમદાવાદ ખાતે 10.1 ડિગ્રી,
ભાવનગરમાં 101 ડિગ્રી,
દાદરાનગર હવેલીમાં 11.4 ડિગ્રી,
દમણમાં 13 ડિગ્રી,
દીવમાં 10.6
દ્વારકામાં 13.6 ડિગ્રી,
કંડલામાં 12.5,
ઓખામાં 17 ડિગ્રી,
પોરબંદરમાં 10.2 ડિગ્રી,
સેલવાસમાં 11.4,
સુરતમાં 11.4
વેરાવળમાં 11.2 ડિગ્રી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW