સોશિયલ મીડિયા પર છ વર્ષની કાશ્મીરી બાળકીનો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. જેમાં તે પોતાના ઘરની આસપાસ રહેલા મગરમચ્છની પીઠ જેવા રસ્તાનું રીપોર્ટિંગ કરી રહી છે. તે જે સ્ટાઈલથી બોલી રહી છે એના કારણે ઈન્ટરનેટ પર અનેક યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયોમાં તે શરૂઆત એક અભિવાદનથી કરે છે. પછી કહે છે કે, તમે જોઈ શકો છો કે, આ રોડ કેટલો ખરાબ છે. પછી કહે છે કે, આવો તમને પાછળથી પણ આ રસ્તાની સ્થિતિ બતાવું.

બાળકી કાદવથી ભરેલા અને વરસાદી પાણીથી ભરેલા રસ્તાની વચ્ચે જઈને રીપોર્ટિંગ કરી રહી છે. તે કહે છે કે તમે જુઓ આ રસ્તાની હાલત. આ ખરાબ રસ્તાની હાલત જોઈ શકો છો. અહીં કેટલો ગંદો રસ્તો છે. અહીં રસ્તા પર કચરો ફેંકવામાં આવ્યો છે. આ રોડ એટલો ગંદો છે કે, મહેમાન પણ અહીંથી આવી શકે એમ નથી. એની પાછળ કેમેરામેન તરીકે એમની મમ્મી પાછળ પાછળ આવી રહી છે. બાળકી રીપોર્ટરની જેમ માઈક હાથમાં લઈને આગળ આગળ ચાલી રહી છે. રીપોર્ટરની જેમ બોલે છે કે, તમે જોઈ શકો છો કે, રસ્તો કેટલો ખરાબ છે. આ રસ્તો વરસાદને કારણે ખરાબ થઈ ગયો છે. આવો તમને આગળનો રસ્તો બતાવું. આ બધુ હિમવર્ષાને કારણે થયું છે. અમે તમને બતાવી શકીએ છીએ કે અહીંથી બધુ બગડી ગયું છે. બધું જ ગંદુ છે. અહીં કચરો ફેંકવામાં આવ્યો છે. અમે અહીંથી અટકવાના નથી આપણે આગળ પણ વધીશું. પણ જે રીતે ગંદા રસ્તા, કીચડવાળા રસ્તા પર તે આગળ વધી રહી એને ધ્યાને લઈને ઈન્ટરનેટ પર યુઝર્સ એના વખાણ કરી રહ્યા છે.
Wow. Youngest female Reporter from Kashmir.
— Rifat Abdullah (@rifatabdullahh) January 9, 2022
Video: Social Media pic.twitter.com/bWbouZJpuv
આ પહેલા ઈન્ટરનેટ પર આવી જ એક કાશ્મીરી બાળકીનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એવી ફરિયાદ કરી હતી કે એની સ્કૂલમાં ખૂબ જ હોમવર્ક આપવામાં આવે છે. જેના કારણે એને રમવાનો કોઈ રીતે સમય મળતો નથી. આ વીડિયોને વડાપ્રધાન મોદીએ પણ ધ્યાને લઈને પ્રતિક્રિયા આપી હતી.

