HomeGujaratઆરોગ્ય મંત્રીએ કહ્યું, કોરોનાના કેસ ગંભીરતા વધારે છે આનું ખાસ ધ્યાન રાખજો

આરોગ્ય મંત્રીએ કહ્યું, કોરોનાના કેસ ગંભીરતા વધારે છે આનું ખાસ ધ્યાન રાખજો

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં કોરોનાની હાલની સ્થિતિ 7 રાજયોના આરોગ્ય મંત્રીઓ, આરોગ્ય સચિવ સાથે સંકલન કરી કોરોનાની વણસી રહેલી સ્થિતિ અને સજ્જતા અંગે સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. વીડિયો કોનફરન્સના માધ્યમથી તમામ રાજ્યના આરોગ્ય સચીવને ઑક્સિજનની સ્થિતિ પર ખાસ ધ્યાન રાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે. મંત્રી મનસુખ માંડવીયા એ આ ત્રીજી વેવ સામે રાજ્યોની સતર્કતા અને તૈયારી વિશે ખાસ ધ્યાન આપવા માટે કહ્યું છે.

તમામ રાજ્યોમાં કોરોના સંબંધીત ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરાવવા, કોરોના અનુરૂપ વ્યવહારને વધુ યોગ્ય રીતે લોકો અનુસરે એ પ્રકારના પગલાં લેવા, કોરોના રસીકરણને વેગવંતુ બનાવવા જેવા વિવિધ મુદ્દાઓના અસરકારક અમલીકરણ કરાવવા પર ભાર મૂક્યો હતો. આ સિવાય મેડિકલ ઑક્સિજન સંબંધી ઈન્ફ્રા. પર સતત વૉચ રાખવા માટેની વાત ભાર દઈને કહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આ સલાહ એવા સમયે આપી છે જ્યારે દેશમાં ઓમીક્રોન વેરિયંટના કેસ વધી રહ્યા છે. સાથોસાથ કોરોનાના કેસ પણ વધી રહ્યા છે. પાંચ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કોવિડ સમિક્ષા બેઠકમાં સંબોધન કરતા માંડવિયાએ જણાવ્યું કે, રાજ્યમાં ઑક્સિજનની સ્થિતિ શું છે અને કેવી રીતે વધુ મજબુત પ્રાપ્યતા બનાવી શકાય એ અંગે ખાસ ધ્યાન આપવામાં આવે. કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું કે, મહામારીના સમયમાં ફરી કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. તેથી આપણી તરફથી કોઈ તૈયારીઓમાં ખામી ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આરોગ્ય સંબંધીત માળખું વધુ મજબુત કરવા નિયમિત સમિક્ષા કરવા માટે પણ આદેશ આપ્યા છે. રાજ્યના દરેક જિલ્લામાં ટેલિકંસલ્ટેશન હબ ઊભું કરવા અને આરોગ્યલક્ષી સુવિધા અંગે લોકોને જાગૃત કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવા સચીવને સૂચન કર્યું છે.

આ બેઠકમાં ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દીવ, દમણના આરોગ્ય મંત્રી સાથે વાર્તાલાપ કર્યો છે. કેન્દ્રીય સચીવ રાજેશ ભૂષણે રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશમાં હોસ્પિટલની સ્થિતિ અંગે ખાસ ધ્યાન આપવા માટે સૂચના આપી છે. કારણ કે, કેસની સંખ્યા દિવસે દિવસે મોટી થઈ રહી છે. આગામી દિવસોમાં દર્દીઓ હોસ્પિટલમાં એડમીટ થાય એવી શક્યતાઓ વધારે છે. એટલે બેડની વ્યવસ્થા હોવી જરૂરી છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશભરમાં મહામારીની સ્થિતિને લઈને સમિક્ષા બેઠક કરી હતી. જેમાં જિલ્લા સ્તરે પુરતી આરોગ્ય સુવિધાને વધુ મજબુત કરવા માટે સલાહ આપી છે. આ સિવાય એક મિશન તરીકે કિશોરવયના બાળકોને વેક્સીનેટ કરવા માટે અપીલ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW