HomeGujaratCentral Gujaratજીટીયુની પરીક્ષા ઉપર કોરોનાનું ગ્રહણ, ઓફલાઈન પરીક્ષા મોકૂફ

જીટીયુની પરીક્ષા ઉપર કોરોનાનું ગ્રહણ, ઓફલાઈન પરીક્ષા મોકૂફ

દેશમાં કોરાનાની ત્રીજી લહેરમાં દિન પ્રતિદિન કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેની સીધી અસર શિક્ષણ જગત ઉપર પડી રહી છે. રાજ્યમાં ધો. 1થી 9ના ઓફલાઈન ક્લાસોને બંધ કરી દેવાયા છે. તો હવે જીટીયુએ ઓફલાઈન લેવાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ કરી છે. જેની સીધી અસર સૌરાષ્ટ્રના 50 હજારથી વધારે વિદ્યાર્થીઓ ઉપર પડી છે.

રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. થોડા દિવસો પહેલા જ રાજ્ય સરકાર દ્વારા ધો. 1થી 9ના ઓફલાઈન વર્ગોને બંધ કરવાનો આદેશ કર્યો હતો. ત્યારે હવે જીટીયુ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જીટીયુએ પરીક્ષા મામલે ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, પ્રવર્તમાન ઓમિક્રોન, કોવિડ-19 મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાત યુનિવર્સિટીની આગામી પરીક્ષાઓ વિદ્યાર્થીઓની પસંદગી પ્રમાણે ઓનલાઈન તથા ઓફલાઈન બંને વિકલ્પ તરીકે લેવાનું નક્કી કર્યું છે. જેનો વિગતવાર કાર્યક્રમ ટુંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW