HomeGujaratમોરબી જિલ્લામાં મંગળવારે મેગા વેકસીન ડ્રાઇવ,50 હજાર ડોઝ ફાળવાયો

મોરબી જિલ્લામાં મંગળવારે મેગા વેકસીન ડ્રાઇવ,50 હજાર ડોઝ ફાળવાયો

દેશભરમાં કોરોનાના વધતા કેસ સામે લોકોને રક્ષણ આપવા વેકસીન અભિયાન તેજ ગતિએ ચલાવાઈ રહ્યું છે. સોમવારથી જિલ્લામાં હેલ્થ વર્કર,ફ્રન્ટ લાઈન વર્કર તેમજ 60થી વધુ વયના કોમોર્બીટ લોકોને ત્રીજો ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી હતી.પ્રથમ દિવસે જિલ્લામાં 1684 લોકોને વેકસીનનો ત્રીજો ડોઝ આપવામાં આવ્યો હતો આ ઉપરાંત 15થી 17 વયના 793 તરુણ,18થી 44 વયના 3455 યુવાનો, 45થી વધુ વયના 813 લોકો મળી કુલ 6745 ડોઝ આપવામાં આવ્યા હતા.
મોરબી જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાને લઇ જિલ્લામાં મંગળવારે મેગા વેકસીનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.અને તેના માટે 215 સાઇટ પર 45,540 કોવિશિલ્ડ અને 4460 કૉવેકસીનના ડોઝ ફાળવામાં આવ્યા છે. મોરબી જિલ્લાના તમામ સીએચસી,પીએચસી, અર્બન હેલ્થ સેન્ટર, સીવીલ હોસ્પિટલમાં વેકસીન ડ્રાઇવ યોજાશે.આ ડ્રાઇવમાં વધુને વધુ લોકોને વેકસીન લેવા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW