HomeGujaratમોરબી પાલિકા વિસ્તારમાં થતા વિકાસ કામની માહિતી સાઇટ પર મુકવા માંગ

મોરબી પાલિકા વિસ્તારમાં થતા વિકાસ કામની માહિતી સાઇટ પર મુકવા માંગ

મોરબી નગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં મંત્રી અને પાલિકાના હોદેદારો દ્વારા રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરના કામ ન ખાત મુર્હુત કરવામાં આવ્યા હતા પરંતુ મોટા ભાગના વિસ્તારમાં રોડ રસ્તાના કામ શરૂ થયા નથી સરકારી ગ્રાન્ટથી થતા વિકાસ કામની માહિતી સાર્વજનિક થાય તે માટે નિયમની મુજબ જે જગ્યાએ કામ ચાલતું હોય ત્યાં સરકાર કે નગરપાલિકા દ્વારા જે તે કામની વિગત દર્શાવતું બોર્ડ મુકવાનું રહે છે જેમાં કામનું નામ, એજન્સીનું નામ જેતે કામની ફાળવેલ રકમ તેમજ કોન્ટ્રકાટરની સાથે કરવામાં આવેલ અગ્રીમેન્ટની એક નકલ ચાલતા કામના સાઈટ ઉપર રાખવી તેવો નિયમ છે. પરંતુ હાલમાં ચાલતા એક પણ કામ ઉપર એગ્રીમેન્ટની કોપી રાખવામાં આવતી નથી.

એગ્રીમેન્ટની કોપી ના હોવાના કારણે કોઈપણ નાગરિકને જે આ બધું જાણવાનો અધિકાર છે તે અંગેની કોઈ આ બાબતે કોઈ જાણકારી મેળવી સકતા નથી. જેથી કોન્ટ્રાકટ અને અધિકારીઓની મિલી ભગત જો થઇ જાય તો મોટા પાયે ભ્રષ્ટ્રાચાર થવાની શક્યતાઓ રહેલ છે. જો સ્થળ ઉપર આ અગ્રીમેન્ટ ની કોપી હોય તો કોઈ પણ નાગરિક એ જાણી શકે આ કામ કેટલી રકમનું છે, કેટલા સમયમાં પૂરું કરવાનું છે, કામની લંબાઈ, પહોળાઈ, જાડાઈ કે માપ બાબતે પણ જાણી શકે, કામની ગુણવત્તા બાબતે પણ માહિતી મેળવી શકે, કામ ના સ્પેસીફીકેશન પણ જોઈ શકે અને જો કામ સ્પેસીફીકેશન મુજબ ના થતું હોય તો જે તે લગત અધિકારીનો સંપર્ક કરીને જાણ કરી શકે. જેથી સરકાર ના પૈસા કે જે જાહેર જનતા પાસે થી ઉઘરાવેલ ટેકસ થી આવે છે તેનો યોગ્ય ઉપયોગ થાય અને ગેરરીતી થવાના ચાન્સ ઘટે. તો આ માટે આ એગ્રીમેન્ટની કોપી નિયમ મુજબ સ્થળ પર ઉપલબ્ધ થાય તેવી સૂચના આપવા મોરબીના સામાજિક આગેવાન અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સના જનરલ સેક્રેટરી કે.ડી બાવરવાએ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજુઆત કરી છે

અત્રે ઉલ્લેખનિય છે કે હીરાસરીના માર્ગનું કામ ચાલુ થયેલ છે, જે કામ બાબતે અમોએ મુખ્ય મંત્રીને કરેલ રજૂઆતથી મંજુર થયેલ છે, જેનું ખાતમુર્હત કર્યાં પછી ઘણા દિવસો બાદ ચાલુ કરેલ છે. આ અગાઉ આ રસ્તાનું કામ જયારે થયેલ ત્યારે તેમાં ગેરરીતી થયેલનું જાણવા મળેલ હતું. કામની ગુણવતા પણ નબળી થયેલ હતી. જેના કારણે સિમેન્ટ કોન્ક્રીટ રોડ ખુબજ જલ્દી તૂટી જવા પામેલ હતો. આ વાતનું પુનરાવર્તન ના થાય તે માટે અમો આપ સાહેબ ને વિનંતી કરીએ છીએ કે આ કામમાં હવે જો કોઈ ગેરરીતી થશે તો અમો એ ચલાવી લેશું નહી તે માટે અમારે આ કામ ના એગ્રીમેન્ટ ની નકલ જોઈએ છે, જે સ્થળ પર નથી. જો સ્થળ પર રાખવામાં આવે તો અમો તેમાંથી વાંચીને કામ યોગ્ય થાય છે કે નહિ તે જાણી શકીએ અને જો યોગ્ય ના થતું હોય તો આપ સાહેબને તે બાબતે અવગત કરાવી શકીએ. તો અ બાબતે વહેલાસર યોગ્ય કરવા વિનંતી.

જો આવું કરવામાં નહિ આવે તો ના છુટકે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની ફરજ પડશે. તેવી ચીમકી પણ કે ડી બાવરવા એ ઉચ્ચારી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW