મોરબી તાલુકાના નીચી માંડલ ગામ નજીક આવેલી લેવીન્ઝા સિરામિકમાં ભાગીદારી ધરાવતા ગીરીશભાઈ લીખીયાએ ચાર વર્ષ પહેલા ફેકટરીમાં ભાગ રાખ્યો હતો બાદમાં તેમની માથે અન્ય એક જીનની પણ જવાબદારી હોવાથી ફેકટરીમાં ધ્યાન આપી શકતા ન હતા.તેઓએ સિરામિક ફેકટરીમાં છુટા થવા રાજીનામું આપ્યું હતું તેમ છતાં અન્ય ભાગીદારો તેમને છુટા કરતા ન હતા અને ભાગીદારીમાં રોકેલ રૂપિયા પણ પરત આપતા ન હોવાથી ગીરીશભાઈના પત્નીસાધનાબેન અને તેમન માતા મુક્તાબેન અને સંદીપભાઈ એમ ત્રણ લોકો ફેકટરીમાં અન્ય ભાગીદારો સાથે ભાગીદારી છૂટી કરી રૂપિયા પરત આપવા બાબતે ચર્ચા કરવા ગયા હતા.જોકે કલાકો સુધી ઓફિસમાં રાહ જોવળાવી હતી અને પ્લાન્ટમાં રોકાઈ ગયા હતા અંતે સાસુ વહુ પ્લાન્ટમાં જતા આરોપીઓ નવદીપભાઈ,કલ્પેશભાઈ સંદીપભાઈ મળ્યા હતા જ્યાં ભાગીદારી છૂટી કરી રૂપિયા કરતા વાત કરી હતી આ દરમિયાન ફરીયાદી સાધનાબેનના કાકા કાન્તીભાઈ અને કાકી હંસાબેન આવ્યા હતા અને તેની સાથે ઝઘડો કરી સાસુ વહુ સાથે મારામારી કરી ઈજા પહોચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં સાધનાબેને 6 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી.
બીજી તરફ હંસાબેન જેઠલોજાએ તેમના ભત્રીજી સાધનાબેન ગીરીશભાઈ અને તેમના સાસુ મુક્તાબેન વિરુદ્ધ ભાગીદારી છૂટી કરવા મુદે ફેકટરીમાં આવી ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે તાલુકા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ આધારે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

