મોરબી જિલ્લામાં કોરોના મહામારીની ત્રીજી વેવની શરૂઆત થઈ ચૂકી હોય તેમ કેસની સંખ્યામાં ઝડપથી વધારો આવ્યો છે. ખાસ કરીને બાળકોમાં પોઝિટિવ કેસની સંખ્યા વધી છે હાલ 15થી 18 વર્ષના તરૂણોને વેકસીન આપવામાં આવી રહી છે તો 18થી મોટી વયના મોટા ભાગના લોકો વેકસીન લઈ સુરક્ષિત થઈ ચૂક્યા હોવાથી હવે જો ત્રીજી લહેર આવે તો નાના બાળકો પર કોરોનાનું જોખમ વધી શકે છે આવા સમયે મોરબીની હોસ્પિટલમાં પૂરતા પીડિયાટ્રિક તબીબ હોવા જરૂરી છે.
મોરબી જિલ્લાની સ્થિતિ જોઈએ તો મોરબી સીવીલ હોસ્પિટલ,વાંકાનેર સીવીલ હોસ્પિટલમાં હળવદ સીવીલ હોસ્પિટલમાં તેમજ માળીયા અને ટંકારા સીએચસી છે જોકે આ પાંચમાંથી માત્ર મોરબી સીવિલ હોસ્પિટલમાં જ પીડિયાટ્રિક તબીબ જ ઉપલબ્ધ છે અન્ય એક પણ હોસ્પિટલમાં પીડિયાટ્રિક તબીબ ઉપલબ્ધ નથી.જો કોરોનાની સ્થિતિ વકરસે અને પીડિયાટ્રિક તબીબ પોતાના રેગ્યુલર ઓપોડી સંભાળશે કે કોરોના વોર્ડમાં દાખલ બાળકોને તે એક સવાલ છે.
મોરબી શહેરમાં હાલ 22 ખાનગી હોસ્પિટલમાં પીડિયાટ્રિક તબીબ પ્રેક્ટિસ કરી રહ્યા છે.સરકાર દ્વારા આગોતરા આયોજન રૂપે પીડિયાટ્રિક તબીબો સાથે બેઠક યોજી તેમની સેવા લેવા અંગેનું આયોજન કરે તો છેલ્લી ઘડીએ કુવા ખોદવા જેવી સ્થિતિ ન સર્જાઈ

