HomeGujaratમોરબીના કોમર્શિયલ કોમ્પ્લેક્સની લિફ્ટ પેનલમાં આગ,સદનસીબે જાન હાનિ નહિ

મોરબીના કોમર્શિયલ કોમ્પ્લેક્સની લિફ્ટ પેનલમાં આગ,સદનસીબે જાન હાનિ નહિ

મોરબીના રવાપર રોડ પર આવેલ લોટ્સ કોમ્પ્લેક્સન લિફટ નજીક ઇલેક્ટ્રોનિક રૂમમાં શોક સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી.આગ જોકે આગ મોટું રૂપ લે તે પહેલાં મોરબી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરાવી હતી આગ પર કાબુ મેળવ્યો હતો એ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ ના ખડકલા થઈ ગયા છે.અને તેમાંથી મોટા ભાગના કોમ્પ્લેક્સ મંજૂરી વિના ખડકાઈ ગયા છે અથવા જે શરતો સાથે મંજૂરી મેળવી હતી તેમા છેડછાડ કરી બિંલ્ડીંગ ખડકી દેવાઈ છે. આવી બિલ્ડીંગમાં આગ અકસ્માત ની ઘટના બને તો મોરબીની ફાયર ટીમ પાસે લોકોને બચાવવા જેટલા સુરક્ષા ના સાધનો પણ નથી મોટી દુર્ઘટના સર્જાઈ તે પહેલાં તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,330SubscribersSubscribe

TRENDING NOW