વાંકાનેર તાલુકાના મેસરિયા ચેક પોસ્ટ પાસેથી એસઓજીએ વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું દરમિયાન શંકાસ્પદ હાલતમાં જીજે 36 યુ 6417 નમ્બર રીક્ષા પસાર થતી હોવાથી તેંની તલાસી લીધી હતી .તલાસીમાં રૂ 40,000 ની કિમતના 4 કિલો ગાંજો પકડાયો હતો.પોલીસે જાદવ ઉફે ભીમાભાઈ રામભાઈ મૂંધવા, રાજુભાઇ રતનભાઈ શર્મા બળદેવ વિરમભાઇ ગમારાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી ગાંજો, રીક્ષા અને મોબાઈલ,12,500 રોકડા સહિત રૂ.1,18,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ એનડી પીએસ એકટ હેઠળ ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

આરોપીઓની પ્રાથમિક તપાસમાં ગાંજાનો જથ્થો સુરતથી લાવ્યા હોવાનું ચોટીલાથી જાદવ ઉર્ફે ભીમાભાઈ મોરબી લાવી રહ્યા હતા

