HomeGujaratશાળાઓ બંધ કરવા મુદ્દે રાજ્યના શિક્ષણમંત્રીએ કરી સ્પષ્ટતા, પછી વિચારીશું

શાળાઓ બંધ કરવા મુદ્દે રાજ્યના શિક્ષણમંત્રીએ કરી સ્પષ્ટતા, પછી વિચારીશું

ગુજરાત સરકારના પ્રવક્તા અને રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં શાળા બંધ થવા મુદ્દે મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. જીતુ વાઘાણીએ આ પત્રકાર પરિષદમાં ઓફલાઈન શિક્ષણ મુદ્દે નિવેદન આપ્યું હતું. જીતુ વાઘાણીએ કહ્યું કે, શાળાઓમાં ઓફલાઈન એજ્યુકેશન મુદ્દે નિર્ણય લેવાશે. આ બાબત પર સમયે સમયે નિર્ણય કરાશે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન એજ્યુકેશન મુદ્દે જીતુ વાઘાણીએ કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી.

જીતુ વાઘાણીએ એવું પણ કહ્યું કે, નવી SOP જાહેર થશે ત્યારે પ્રાથમિક શાળામાં ઓનલાઈન શિક્ષણ માટેનો મહત્ત્વનો નિર્ણય કરાશે. રાજ્યમાં શિક્ષણ મુદ્દે નિર્ણય કેન્દ્ર સરકારની SOPને ધ્યાને લઈને કરવામાં આવશે. રાજ્યની શાળાઓ અભ્યાસ હેતું ચાલું રાખવી કે નહીં એનો આધાર કેન્દ્ર સરકારની SOP પર રહેશે. કોરોના વાયરસના કેસ વધતા સ્કૂલ બંધ કરવાની માગ ઊઠી છે. આ પહેલા જીતુ વાઘાણી જ્યારે રાજકોટની મુલાકાતે આવ્યા હતા ત્યારે પણ તેમણે કહ્યું હતું કે, આ અંગે નિર્ણય યોગ્ય સમયે લેવાશે. હાલમાં વિદ્યાર્થીઓને ઓફલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સંઘ તરફથી પણ શિક્ષણમંત્રીને ઓફલાઈન શિક્ષણ બંધ કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયાએ કહ્યું કે, મોટાભાગના પાડોશી રાજ્યમાં ઓફલાઈન એજ્યુકેશન બંધ કરવાની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં દરરોજ મોટી સંખ્યામાં કોરોના વાયરસના કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં હવે શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે.

વિદ્યાર્થીઓને સંક્રમિત થતા અટકાવવાના હેતુથી અમે સરકાર પાસે ઓફલાઈન એજ્યુંકેશન બંધ કરવા માટે રજૂઆત કરી છે. એક શિક્ષિકાએ ત્યાં સુધી કહ્યું કે, ક્લાસમાં બાળકોને માસ્ક આપીએ તો પણ તેઓ પહેરતા નથી. બાળકો પર સતત નજર રાખવી પડે છે. જો હજુ સંક્રમણ વધશે તો નક્કર પગલાં અનિવાર્ય છે. જોકે, રાજકોટમાં NSUIના વિદ્યાર્થી નેતાઓ તથા આગેવાનો એ જિલ્લા શિક્ષણાધિકારીને ઓફલાઈન સ્કૂલ બંધ કરવા ઉગ્ર રજૂઆત કરી હતી. શિક્ષણાધિકારીની ઓફિસની કચેરીમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પોલીસે આ તમામની અટકાયત કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW