HomeNationalપંજાબમાં પીએમ મોદીનો કાફલો રોકાયો મોદી કાર્યક્રમ રદ કરી પરત ફર્યા

પંજાબમાં પીએમ મોદીનો કાફલો રોકાયો મોદી કાર્યક્રમ રદ કરી પરત ફર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફીરોઝપુર રેલી રદ થવા માટે વરસાદ નહી પરંતુ સુરક્ષા કારણો જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. મોદીની સુરક્ષામાં મોટી ભુલ હોવાનું પણ જાહેર થયું છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ મોદી હુસેનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારકથી 30 કિ.મી. દુર હતા. તે સમયે એક ફલાયઓવર પર તેના કાફલાને 15થી20 મીનીટ રોકાવુ પડયુ હતું. આ ફલાયઓવરની એક તરફ ખેડુત પ્રદર્શનકારીઓએ રસ્તો રોકી લીધો હતો. મોદીના કાફલાને આગળ વધવામાં સમસ્યા હતી. કાફલા પર હુમલો થવાનો ભય હતો.

વાસ્તવમાં પંજાબ સરકારને આ તમામ આયોજનોની જાણ હતી છતાં પણ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી નહી. તેના કારણે મોદી ભટીંડા પરત ફર્યા હતા અને તેમની રેલી રદ કરવી પડી હતી. બુધવારે વડાપ્રધાન મોદી પંજાબના ફિરોઝપુરમાં રેલી કરવાના હતા. જોકે અંતિમ સમયે આ કાર્યક્રમને મોકૂફ રખાયો છે. આ કાર્યક્રમ પહેલા વરસાદને કારણે મોકૂફ રખાયો હોય એવું માનવામાં આવતું હતું. આ માટે સુરક્ષાનું કારણ જોકે હવે જણાવવામાં આવી રહ્યું છે. આ અંગે નિવેદન ગૃહ મંત્રાલય તરફથી આપવામાં આવ્યું છે. પંજાબ સરકાર પાસે જવાબ પણ માગવામાં આવ્યો છે. BJPએ આ મામલે મુખ્યમંત્રી ચન્ની પાસે રાજીનામું પણ માગ્યું છે. ભઠિંડા એરપોર્ટ પર મોદીએ અધિકારીઓને કહ્યું- હું એરપોર્ટ સુધી જીવતો પહોંચી શક્યો, તે માટે તમારા CMને થેન્કસ કહેજો. ઘટનાની ગંભીરતા વ્યક્ત કરતા આ વાત કહી. ગૃહ મંત્રાલય તરફથી આ અંગે નિવેદન લખવામાં આવ્યું છે કે પીએમ સવારે બઠિંડા પહોંચ્યા હતા. પછી તેમને ત્યાંથી હેલિકોપ્ટરથી હુસૈનીવાલમાં રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાનું હતું.

જોકે વરસાદ અને ઓછી વિઝિબિલિટીને કારણે પહેલા PMને 20 મિનિટની રાહ જોવા પડી હતી. પછીથી તેમણે આકાશ સાફ ન દેખાતાં બાય રોડ જવાનો નિર્ણય કર્યો હતો, એમાં લગભગ 2 કલાકનો સમય લાગવાનો હતો. આ દરમિયાન રાજ્યમાં 42,750 કરોડ રૂપિયાની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ કરવાના હતા. મોદીનો આ પ્રવાસ પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં પીએમ ખૂબ જ મહત્ત્વનો ગણવામાં આવતો હતો. કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાયદાઓને પરત લીધા પછી વડાપ્રધાનનો આ પંજાબનો પ્રથમ પ્રવાસ હતો. દિલ્હીમાં કૃષિ કાયદાઓની વિરુદ્ધના આંદોલનમાં મોટા ભાગના ખેડૂતો પંજાબના હતા. પીએમ મોદી-અમૃતસર-કટરા એક્સપ્રેસ-વે, અમૃતસર-ઉના ખંડને ફોર લેનમાં બદલવા, મુકેરિયા-તલવાડા નવી મોટી રેલવેલાઈન, ફિરોઝપુરમાં પીજીઆઈ સેટેલાઈટ કેન્દ્ર અને કપૂરથલા અને હોશિયારપુરમાં બે નવી મેડિકલ કોલેજની સ્થાપના સંબંધી પરિયોજનાઓનો શિલાન્યાસ કરવાના હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW