નવા વર્ષની શરૂઆત UAEમાં ભારે વરસાદ અને ભારે પવન સાથે થઈ છે. શુક્રવારે સવારે UAEમાં વરસાદ એટલો વધી ગયો હતો કે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદ અને જોરદાર પવનને ફૂંકાયો હતો. અહીં તાપમાનનો પારો 7.5 ડિગ્રીએ પહોંચી ગયો હતો. આ દરમિયાન શનિવારે વિશ્વની સૌથી ઉંચી ઈમારત બુર્જ ખલીફા પર વરસાદ અને વીજળીનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી શેર થઈ રહ્યો છે.
વીડિયોમાં વીજળી સીધી બુર્જ ખલીફા પર પડી રહી હોવાનું જોવા મળે છે. રાત્રે પણ આખું આકાશ દિવસની જેમ ઉજળું દેખાઈ રહ્યું છે. બુર્જ ખલીફા પર વીજળી પડવાને કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી. UAEના નેશનલ સેન્ટર ઓફ મેટ્રોલોજી અનુસાર શનિવારે જેબેલ-જય વિસ્તારમાં તાપમાનનો પારો ગગડીને 7.5 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયો હતો. શારજાહ અને અબુ ધાબીમાં વરસાદને કારણે રસ્તાઓ પર કાર પાણીમાં તરતી હોય એવું ચિત્ર સામે આવ્યું હતું. લોકોએ સોશિયલ મીડિયામાં આ ભારે વરસાદને લઈને ખૂબ જ ફની કોમેન્ટ્સ કરી છે. એક યુઝરે પૂરમાં ડૂબી ગયેલી કારનો વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે, ‘ભારત કે લંડન નથી, ભારે વરસાદ પછી દુબઈ છે.’ ગૃહ મંત્રાલયે લોકોને રસ્તા પર સાવધાનીપૂર્વક લોકોને ચાલવા માટે જણાવ્યું છે. થોડા દિવસોથી ખાડી દેશોમાં ભારે વરસાદ અને હિમવર્ષા જોવા મળી રહી છે. રણ અને ભીષણ ગરમી માટે પ્રખ્યાત સાઉદી અરેબિયામાં વર્ષના પ્રથમ દિવસે થયેલી હિમવર્ષાએ વિશ્વભરના લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. રણની સોનેરી રેતી પર બરફની સફેદ ચાદર માઈલો દૂર સુધી ફેલાયેલી જોવા મળે છે. સાઉદી અરેબિયાના ઉત્તર-પશ્ચિમ શહેરમાં કુદરતની આ અનોખી રમતનો સ્થાનિક રહેવાસીઓ ભરપૂર આનંદ માણી રહ્યા છે. તાબુક નજીક સ્થિત અલ-લોજ પર્વત પર આ હિમવર્ષાનો આનંદ માણવા હજારો પ્રવાસીઓ આવ્યા છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પણ આ વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ હતી. ત્યારે હિમવર્ષાએ છેલ્લા 50 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
Video captures the moment Burj Khalifa is struck by lightning on Saturday https://t.co/NgM0qo40LJ #BurjKhalifa pic.twitter.com/i5EVV1g67i
— Gulf Today (@gulftoday) January 1, 2022
સાઉદીની સરકારી સમાચાર એજન્સી SPAએ તાબુકમાં હિમવર્ષાની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કાર પર બરફનો જાડો પડ દેખાય છે. આટલું જ નહીં સ્થાનિક લોકો અને પ્રવાસીઓ પણ આ બરફવર્ષાની ખૂબ મજા લેતા જોવા મળે છે. આ વિસ્તારની આસપાસ સ્થિત તમામ પર્વતોના શિખરો બરફથી ઢંકાયેલા છે. આ જ કારણ છે કે દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ વિસ્તારની મુલાકાતે આવે છે. આ વિસ્તાર એટલો સૂકો છે કે અહીં માત્ર થોડા જ વૃક્ષો ઉગે છે. આવી સ્થિતિમાં ભારે હિમવર્ષાથી દરેકને આશ્ચર્ય થયું છે.

