રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. એવામાં રાજ્ય સરકારે હોસ્પિટલમાં બેડની સુવિધા વધારવા સહિતની તૈયારીઓ કરી છે. કોવિડની બીજી વેવ દરમિયાન રેલવે વિભાગે કોવિડ આઈસોલેશન કોચ તૈયાર કર્યા હતા. હાલમાં આ આઈસોલેશન કોચની શું સ્થિતિ છે? ખબર છે? કોચમાં ધૂળના થર જામી ગયા છે. ગંદકી જોવા મળી રહી છે. કોચમાં રાખેલા ઓક્સિજન સિલિન્ડર પર ધૂળ જામી ગઈ છે. કોચની બારી પર લાગેલી નેટ પણ તૂટી ગઈ છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ આઈસોલેશન કોચના પૈસા આખરે વેડફાયા કે ખવાયા?
આવા કરોડોના કોચની સિક્યોરિટી માટે પણ રેલવે વિભાગે કોઈ વ્યવસ્થા કરી નથી. રેલ મંત્રાલય તરફથી બનાવાયેલા કોવિડ19 આઇસોલેશન કોચનું રિયાલિટી ચેક કરતા રેલવે વિભાગની મોટી બેદરકારી આવી સામે હતી. આને કરોડો રૂપિયાનું આખરે પાણી કહી શકાય. કેસો વધે, હોસ્પિટલમાં બેડ ખૂટી પડે એવા સમયે દર્દીઓને ટ્રીટમેન્ટ મળે એ હેતુથી કેન્દ્ર અને રેલ મંત્રાલય તરફથી આ વ્યવસ્થા કરવામાં આવી હતી. 24 જેટલા કોચમાં માત્ર ધૂળ અને ગંદકીના થર જોવા મળ્યા છે. અમદાવાદ શહેરમાં આવા કોચ DRM ઓફિસની પાછળના ભાગમાં આવેલા રેલવે યાર્ડમાં ધૂળ ખાવા મૂકી દેવાયા છે.

કોચની સિક્યોરિટી માટે પણ રેલવે વિભાગે કોઈ ખાસ વ્યવસ્થા નથી કરી. ઓમિક્રોન વેરિયન્ટના કેસો વધે, અને હાલ સામે આવેલા ડેટા મુજબ દર્દીઓમાં કોઈ ખાસ લક્ષણો નથી. લાખો-કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા તમામ કોચની હાલત દયનિય બની, સાફ સફાઈ અને યોગ્ય જાળવણીના અભાવે રેલવેના કોવિડ19 આઇસોલેશન કોચ નકામા સાબિત થયા અને પેસા વહાવી દીધા.

