મોરબી જીલ્લામાં કેરાળી ગામ નજીકથી તા.10 ઓક્ટોબરના રોજ બે બાળકો બિનવારસી રીતે ભટકતા મળી આવ્યા હોય તેવી માહિતી મોરબી તાલુકા પોલીસને મળી હતી.તાલુકા પોલીસ બન્ને બાળકોને પોલીસ મથકે લાવી હતી અને તે અંગેની સૂચના જિલ્લા બાળ સુરક્ષા એકમ મોરબીને આપવામાં આવી હતી આ માહિતી આધારે બંને બાળકોને જીલ્લાની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ રજુ કરી બાળ સંભાળ ગૃહ મિશનરી ઓફ ચેરીટી ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો તથા જિલ્લા સમાજ સુરક્ષા અધીકારી અનિલાબેન પીપલિયા અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. વિપુલ શેરશીયાના માર્ગ દર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમના પ્રોટેક્શન ઓફિસર રીતેશકુમાર ગુપ્તા અને સામાજીક કાર્યકર રંજનબેન મકવાણા તેમજ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ચાઈલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર વશરામ દેવાયત મેતાના પ્રયાસથી બાળકોના પરિવારનો પત્તો મળી ગયો હતો જે બાદ તેમના પરિવારનો સંપર્ક કર્યો હતો એ અને તેમને શોધી તા.28 ડીસેમ્બરના રોજ મોરબી ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન રાજેશભાઈ બદ્રકીયા અને તેઓની ટીમ દ્વારા બંને બાળકોને પરિવારને સોંપવામાં આવ્યા હતા.

