HomeGujaratમાળિયા પંથકમાં સાવકા પિતાએ સગીરા સાથે દુષ્કર્યુ માતાએ નોંધાવી ફરિયાદ

માળિયા પંથકમાં સાવકા પિતાએ સગીરા સાથે દુષ્કર્યુ માતાએ નોંધાવી ફરિયાદ

માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એક સગીરા સાથે સાવકા પિતાએ અવાર નવાર દુષ્કર્મ આચર્યું હોવાની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બનાવ બાદ પોલીસે ગણતરીના સમયમાં આરોપી પિતા હાથવેતમાં હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના માળીયા મિયાણા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારોમાં એક 13 વર્ષની સગીરા સાથે બાબુભાઇ નામના સાવકા પિતાએ દુષ્કર્મ અવાર નવાર શારીરિક અડપલાં કર્યા હતા તેમજ દુષ્કર્મ પણ આચર્યું હતું. સગીરાએ વિરોધ કરતા તેને મારી નાંખવાની ધમકી આપી હતી.જેથી સગીરા કોઈને કહેતી ન હતી જોકે પિતાના ટોર્ચર થી ત્રાસી અંતે આ અંગેની જાણ થતાં માતાએ માળીયા મિયાણા પોલીસ મથકમાં સાવકા પિતા વિરુદ્ધ ગુન્હો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી. એક પ્રાથમિક વિગત અનુસાર આરોપી હાથવેતમાં હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે ઈન્ચા. સર્કલ ઇન્સ્પેક્ટર જે એમ આલ તપાસ ચલાવી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,660SubscribersSubscribe

TRENDING NOW