કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સટાઈલ ઉપર જીએસટીનો દર 7 ટકા વધારીને 12 ટકા સુધી કરવાના નિર્ણયની જાહેરાત બાદ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓમાં રોષની લાગણી જન્મી હતી. આ ઉપરાંત રાજ્યમાં કાપડ અને તૈયાર કપડા સાથે સંકળાયેલા વેપારીઓએ પોતાની દુકાનો અને કારખાનાઓ બંધ કરીને વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓના વિરોધને જોઈ સરકાર અંતે ઝુકી ગઈ છે. કેન્દ્ર સરકારે કાપડ અને તૈયાર કપડા ઉપર જીએસટીનો દર 5 ટકા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

દિલ્લીમાં આજે નાણામંત્રી નિર્મલા સીતારમણની આગેવાનીમાં જીએસટી કાઉન્સીલની બેઠક યોજાઈ હતી. જેમાં કાપડ ઉપર જીએસટીનો દર 5 ટકાથી વધારીને 12 ટકા કરવાના નિર્ણયને મોકુફ રાખીને કાપડ ઉપર પાંચ ટકા જ જીએસટીનો દર યથાવત્ત રાખ્યો હતો. આ પહેલા મળેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં કાપડ ઉદ્યોગ ઉપર જીએસટીનો દર પાંચ ટકાથી વધારીને 12 ટકા કરી દેવાનો નિર્ણય લેવાયો હતો. આ દરો નવા વર્ષ એટલે કે 1લી જાન્યુઆરીથી લાગુ થશે તેમ જણાવ્યું હતું. જો કે તે બાદ રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જેતપુર, જૂનાગઢ તેમજ કચ્છમાં કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.
The GST Council meeting has decided to retain the status quo on GST rate on textile to 5% and not raise it to 12%. The issue of GST rate on textile will be sent to the tax rate rationalization committee which will submit its report by February: FM Nirmala Sitharaman pic.twitter.com/DCjIvNTp2Z
— ANI (@ANI) December 31, 2021
આ ઉપરાંત જીએસટી કાઉન્સીલના નિર્ણયને દેશના અનેક રાજ્યોમાં વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધને જોતા આજે નાણામંત્રી નિર્મલા સિતારમણની આગેવાનીમાં મળેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં કાપડ ઉપર 12 ટકા જીએસટી લાદવાનો પ્રસ્તાવ મોકુફ રાખવામાં આવ્યો છે અને જુનો 5 ટકાનો જીએસટી દર યથાવત્ત રખાયો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી સૌરાષ્ટ્ર-કચ્છના વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમજ એકબીજાના મોં મીઠા કરાવ્યાં હતાં.

