હળવદમાં ગુરુવારે એક ટ્રક ચાલકે બાઈકમાં જઈ રહેલા એક પરિવારને હડફેટે લીધા હતા જેમાં 7 વર્ષની બાળકીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.જયારે બાળકીના માતા પિતા અને ભાઈને પણ ઈજા પહોચતા હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનામાં પરિવારને જ્જ્યારે તેમની પુત્રીના મોત અંગેની જાણ થતા તેમના પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. પરિવાર પણ રોષે ભારાયો હતો અને જ્યાં સુધી ટ્રક ચાલક નહી ઝડપાય ત્યાં સુધી મૃતદેહ નહી સ્વીકારે તે વાત પર બેસી ગયા હતા. શરુઆતમાં પોલીસ,સ્થાનિક વહીવટી અધિકારીઓએ પરિવારને મનાવવા પ્રયાસ કર્યો હતો જોકે પરિવાર ટસનો મસ થયો ન હતો આ ઘટના બાદ ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા,સાંસદ મહેન્દ્ર મુંજપરા જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા સહિતના ભાજપ આગેવાનો દોડી ગયા હતા અને પોલીસ સાથે ચર્ચા કરી વહેલી તકે આરોપીને ઝડપી લેવા કડક સુચના આપી હતી બાદમાં પરિવાર જનો સાથે બેઠક કરી તેમને સમજાવટ કરી હતી બાદમાં પરિવાર પણ મૃતદેહ સ્વીકારવા રાજી થઇ ગયો હતો.અને બાળકીની અંતિમ વિધિ કરી હતી પોલીસે પણ વહેલી તકે આરોપીને ઝડપી લઈ તેના વિરુદ્ધ્ કાયદાકીય કાર્યવાહી થશે તેવી ખાતરી આપી હતી.

