HomeGujaratમોરબીમાં ટ્રેકટરને બચાવવા ટેલર ચાલકે બ્રેક મારી તો પાછળ આવતા ટ્રકે મારી...

મોરબીમાં ટ્રેકટરને બચાવવા ટેલર ચાલકે બ્રેક મારી તો પાછળ આવતા ટ્રકે મારી ટક્કર,ત્રણને ઈજા

મોરબી રાજકોટ હાઈવે પર આવેલ શનાળા ગામ પાસે સીએનજી પંપ સામે ગુરુવારે વહેલી સવારે અચાનક રોડની સાઈડમાંથી એક ટ્રેક્ટર ધસી આવ્યુ હતું જેના તારવવા ટેલર ચાલકે બ્રેક મારી હતી.ટ્રેલર ચાલકે જેવી બ્રેક મારી કે પાછળ આવતા ટ્રક ચાલક બેકાબુ બની ગયો હતો અને આ ટ્રેલરને પાછળથી ઠોકર મારી હતી અચાનક આ ટક્કરથી ટેલર ચાલક પણ પોતાનો કાબુ ગુમાવતા ટ્રેક્ટર સાથે અથડાયો હતો જેથી વહેલી સવારે મોરબી રાજકોટ શનાળા ગામ પાસે ત્રિપલ અકસ્માત સજાયો હતોજેના પગલે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો આ બનાવમાં ટ્રેક્ટર ચાલક રાજેશભાઈ ગોવિંદભાઈ આરીફભાઈ જુમાભાઈ તેમજ માંનીલ્લા લાલદેવ યાદવને ઈજા પહોચતા 108 ની ટીમે સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે પોલીસે ફરિયાદ નોધવા તજવીજ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,660SubscribersSubscribe

TRENDING NOW