મોરબી સહિત રાજયભરમાં બે દિવસથી વાતાવરણ પલટાયું હતું જેના કારણે કમોસમી વરસાદ નોધાયો હતો હજુ આ ઓછું હોય તેમ
મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં મંગળવારે મોડી રાત્રે ભૂકંપનો જોરદાર આંચકાંનો અનુભવ થયો હતો. શિયાળાની ગુલાબી ઠંડીમાં લોકો જ્યારે મીઠી નીંદર માણી રહ્યા હતા તે દરમિયાન 11:34 મિનિટે અચાનક ધરતીમાં.ધ્રુજારાનો અનુભવ થતા લોકો ઘરની બહાર નીકળી પડ્યા હતા. મોરબીમાં મોડી રાત્રે આવેલ ભૂકંપનું કેન્દ્ર બિંદુ મોરબીથી 9
8 કિમિ દૂર આમરણ નજીક આવેલ બાલંભા પાસે નોંધાયું હતું
મોરબી જિલ્લાના માળિયા પંથકમાં દર વર્ષે શિયાળા દરમિયાન અવારનવાર ભૂકંપના આચકાનો અનુભવ થતો હોય છે. ત્યારે મોરબી પંથકમાં ફરીવાર આવા આંચકનો અનુભવ થતા લોકોમાં થોડી વાર માટે ફફડાટ ફેલાયો હતો.

