ટંકારા તાલુકાનાં મિતાણા નેકનામ રોડ પર આવેલ એનટીટી માઇન રોક નામની આવેલ ફેકટરીમાં મજુરી કામ કરતા શુકલીબેન અને કમલાબેન નામની બે મહિલા ગત તા. 25ના રોજ કામ કરતી હતી તે દરમિયાન એક લોડર બાજુમાંથી માટી ભરીને અલગ અલગ જગ્યાએ ખસેડતા હતા આ દરમિયાન બન્ને મહિલા અકસ્માતે લોડરના સુપડામાં માટી નાખતી વખતે અકસ્માતે આગળ આવી જતા સુપડા નીચે દબાઇ જતા શરીરે ગંભીર ઇજા થતા નં બન્ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં બન્ને મહિલાનું દરમ્યાન કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માત મોત અંગેની નોંધ કરી હતી અને વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એમ.પી.ચાવડા ચલાવી શકે રહ્યા છે.

