HomeGujaratમોરબીના જાંબુડિયામાં પતિએ પત્નીને કુહાડીના ઘા ઝીકી કરી હત્યા

મોરબીના જાંબુડિયામાં પતિએ પત્નીને કુહાડીના ઘા ઝીકી કરી હત્યા

મોરબીના નવા જાંબુડિયા ગામમાં આવેલ શક્તિનગર વિસ્તારમાં રહેતા આધેડ દંપતિ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી જે બાદ પતિએ પોતાનો પિત્તો ગુમાવી દેતા પત્નીને કુહાડીના ઘા ઝીકી દેતા આધેડ પત્ની ત્યાં જ ઢળી પડી હતી.બનાવની જાણ થતા પુત્ર તુરત માતાને હોસ્પિટલમાં ખસેડાયા હતાં જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટયો હતો.બનાવ અંગે તાલુકા પોલીસનીટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી


બનાવની મળતી માહિતી મુજબ મોરબીના નવા જાંબુડિયા ગામમાં આવેલ શક્તિનગર ગામમાં રહેતા મંજુબેન હંસરાજભાઈ ઝીંઝુવાડીયા અને તેમના પતિ હંસરાજભાઈ મોહનભાઇ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધો હતો અને આવેશમાં આવી હંસરાજભાઈએ મંજુબેનને કુહાડીના ઘા ઝીકી દીધા હતાજૅથી મંજુબેન ત્યાં જ બેશુદ્ધ હાલતમાં ઢળી પડ્યા હતા.આ અંગેની જાણ તેમના પુત્રને થતા બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા ઘટનાની જાણ થતા તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW