HomeGujaratપાઈપલાઈનના છેડે નળ નહીં હોય તો કનેક્શન કપાશે, મનપા આકરા પાણીએ

પાઈપલાઈનના છેડે નળ નહીં હોય તો કનેક્શન કપાશે, મનપા આકરા પાણીએ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જેમાં જો તમારા ઘરની કે દુકાનની પાણીની લાઈન છેડે નળ ફીટ કરવામાં આવ્યો નહીં હોય તો કનેક્શન કટ કરશે. તો બીજી તરફ શહેરમાં રહેલા 37 હજારથી વધુ ભૂતિયા કનેક્શન ઉપર પણ કાતર ફરશે.

રાજકોટ મહાનગરપાલિકા શહેરીજનોને પુરતુ પાણી મળી રહે તે માટે મોંઘુ પાણી ખરીદી રહી છે. તો નજીવા દરે મળતા પાણીની શહેરીજનોને કોઈ કદર ન હોય તેમ અવાર નવાર શેરી કે મહોલ્લામાં પાણીનો પુષ્કળ પ્રમાણમાં બગાડ થતો હોવાનું પણ સામે આવી રહ્યું છે. એક તરફ શહેરની વસ્તી દિન પ્રતિદિન વધી રહી છે. જેના કારણે શહેરને પાણી પુરા પાડતા સ્ત્રોતો હવે ટુંકા પડી રહ્યાં છે. માહિતગાર સુત્રોમાંથી જાણવા મળતી વિગત પ્રમાણે કોમર્શિયલ અને રહેણાંકની 410થી વધુ મિલકતોમાં કાયદેસર નળજોડાણો આપવામાં આવ્યાં છે. મનપા મુખ્યલાઈનમાંથી અડધા કે એકની લાઈનમાંથી નળકનેક્શન આપે છે.

મોટાભગના લોકોએ નળકનેક્શન લીધા બાદ લાઈનના છેડે નળ ફીટ કરતા નથી. દરરોજ આપવામાં આવતું 20 મીનીટ પાણીમાંથી 10 મીનીટમાં જ મોટાભાગના લોકોના ઘરોમાં રહેલા વાસણો પીવાના પાણીથી ભરાઈ જાય છે. પરંતુ ત્યારબાદ વધારાનું પાણી લોકો ફળીયુ, કાર, ટુ-વ્હીલ કે ટોયલેટ ધોવામાં વાપરી નાંખે છે. પરિણામે પાણીનો બગાડ થાય છે. આ બગાડને અટકાવવા માટે મનપા દ્વારા આગામી દિવસોમાં મહાઝુંબેશ શરૂ થશે. જેમાં પાણીની પાઈપલાઈનના છેડે નળ નહીં હોય તો નળ કનેક્શન કાંપી નાંખવાની સુચના આપી દેવાઈ છે. આ ઉપરાંત અત્યારસુધીમાં નહીં પકડાયેલા 37 હજારથી વધુ ભૂતિયા નળકનેક્શન ઉપર પણ કાતર ફરી વરશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW