HomeGujaratSaurashtra Kutchhહળવદમાં વેપારી પાસે ખંડણી માંગનાર આરોપી ન ઝડપાતા સોમવારે ફરી યાર્ડ બંધ...

હળવદમાં વેપારી પાસે ખંડણી માંગનાર આરોપી ન ઝડપાતા સોમવારે ફરી યાર્ડ બંધ કરવાની ચીમકી

હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીને એક ખંડણી ખોર શખ્સ દ્વારા ખંડણી માગવામાં આવી હતી તેમજ ધાક ધમકી આપી પોલીસને પણ પડકાર ફેક્યો હતો આ ઘટના બાદ વેપારીઓએ સામહિક રીતે ધંધો રોજગાર બંધ રાખ્યો હતો વેપારીઓની વીજળીક હડતાળથી પોલીસ પર દબાણ વધ્યું હતું જેતે વખતે ડીવાયએસપી રાધિકા ભારાઇ,પી આઈ જાડેજા અને એલસીબી પીએસઆઈ ડાભી સહિતના અધિકારીઓએ વેપારીઓની સાથે બેઠક કરી હતી. અને 25 ડીસેમ્બર સુધીમાં ખંડણી માગનાર શખ્સને ઝડપી લેશે જેથી વેપાર ધંધા ફરીથી શરુ કરવા મનાવ્યા હતા.પોલીસના આશ્વાસન બાદ વેપારીઓએ દુકાનો શરુ કરી દીધી હતી જોકે મુદત પૂર્આણ થવા છતાં આરોપી ન ઝડપાતા આજે વેપારીઓએ ફરીવાર યાર્ડ ચેરમેનને આવેદન આપી સોમવારથી સામુહિક રીતે વેપાર ધંધા બંધ કરવાની ચીમકી આપી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW